Gujarat

ગુજરાત વહીવટી સુધારણા પંચનો ચોથો અહેવાલ રજૂ, પ્લાનિંગનું બજેટ વધારવાની ભલામણ

રાજ્યમાં વિકેન્દ્રિત આયોજન વ્યવસ્થાને વધુ લોકતાંત્રિક-પ્રતિનિધિત્વ આધારિત અને જનકેન્દ્રિત બનાવવાના હેતુંથી રચાયેલા ગુજરાત વહીવટી સુધારણા પંચે પોતાનો ચોથો અહેવાલ રજૂ કર્યો છે.

GARC મુખ્યત્વે પાંચ મુદ્દાઓ પર કાર્ય કરે છે

  • એડમિનિસ્ટ્રેટિવ અને ગવર્નન્સ સ્ટ્રક્ચર
  • માનવબળ અને માનવ સંસાધનોનું સુયોજન
  • નાણાકીય વ્યવસ્થાપન અને સંસાધનોનો શ્રેષ્ઠ ઉપયોગ
  • વિકેન્દ્રીકરણ અને સ્થાનિક શાસન
  • ટેકનોલોજી અને ઇનોવેશન્સ
  • નિરીક્ષણ અને મૂલ્યાંકન કરવાનું માળખું

હાલમાં જ આ કમિટી દ્વારા તૈયાર કરાયેલ ચોથો અહેવાલ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને સોંપવામાં આવ્યો છે.જેમાં અહેવાલ પંચના અધ્યક્ષ ડૉ. હસમુખ અઢિયાએ સુપ્રત કર્યો તે અવસરે અધિક મુખ્ય સચિવ એમ. કે. દાસ, મુખ્યમંત્રીના સલાહકાર એસ. એસ. રાઠૌર, વહિવટી સુધારણા પ્રભાગના અગ્ર સચિવ હારિત શુક્લા, અધિક અગ્ર સચિવ અવંતિકા સિંઘ, સચિવ ડૉ. વિક્રાંત પાંડે અને આયોજન પ્રભાગના સચિવ આદ્રા અગ્રવાલ અને GARCના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

આ અહેવાલ GARC(ગુજરાત એડમિનિસ્ટ્રેટિવ રિફોર્મ કમિશન)ના અધ્યક્ષ ડૉ. હસમુખ અઢિયાના નેતૃત્વમાં તૈયાર કરવામાં આવ્યો છે.