Gujarat

રાજકોટ બહુમાળી ચોકથી પૂજ્ય મહાત્મા ગાંધીની પ્રતિમા જ્યુબીલી ચોક સુધી “તિરંગા યાત્રા” નું ભવ્ય આયોજન.

રાજકોટ બહુમાળી ચોકથી પૂજ્ય મહાત્મા ગાંધીની પ્રતિમા જ્યુબીલી ચોક સુધી “તિરંગા યાત્રા” નું ભવ્ય આયોજન.

રાજકોટ શહેર તા.૧૧/૮/૨૦૨૫ ના રોજ ભારતનો રાષ્ટ્રધ્વજ આપણા સમગ્ર દેશ માટે રાષ્ટ્રીય ગૌરવની બાબત છે. રાષ્ટ્રીય પર્વ સ્વતંત્રતા દિવસની ઉજવણીના ભાગરૂપે રાષ્ટ્રધ્વજના સન્માનમાં “હર ઘર તિરંગા” અને “તિરંગા યાત્રા” કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ છે. આ કાર્યક્રમ અંતર્ગત થનારી ઉજવણી અનુસંધાને રાજકોટ મહાનગરપાલિકા દ્વારા “હર ઘર તિરંગા અભિયાન” તથા “તિરંગા યાત્રા” યોજાનાર છે. જે અંતર્ગત રાજકોટ મહાનગરપાલિકા દ્વારા તા.૧૨ ઓગસ્ટ-૨૦૨૫ ના રોજ સવારે ૮:૩૦ કલાકે શ્રી સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમા, બહુમાળી ચોકથી પૂજ્ય મહાત્મા ગાંધીની પ્રતિમા, જ્યુબીલી ચોક સુધી “તિરંગા યાત્રા” નું ભવ્ય આયોજન કરવામાં આવેલ છે. “હર ઘર તિરંગા અભિયાન” અંતર્ગત રાજકોટ મહાનગરપાલિકા દ્વારા વોર્ડ વાઈઝ તિરંગા વિતરણ કરવાના આયોજન અંતર્ગત આજથી તમામ વોર્ડ ઓફિસ ખાતેથી ઓફિસ સમય દરમ્યાન નિઃશુલ્ક તિરંગા વિતરણ કરવામાં આવી રહ્યા છે. તિરંગા યાત્રાના રૂટ પર વિવિધ સ્ટેજ બનાવી તેના પર ભારતીય સંસ્કૃતિ અને દેશ ભક્તિને ઉજાગર કરતા મનોરંજન કાર્યક્રમો કરવામાં આવશે. સમગ્ર રૂટ દરમ્યાન મેડીકલ ટિમ અને ફાયર ટિમ સજ્જ રાખવામાં આવેલ છે. આ “તિરંગા યાત્રા” ના આયોજનના ભાગરૂપે રાજકોટ મહાનગરપાલિકાના વિવિધ શાખાઓ દ્વારા ટિમ બનાવી તૈયારીઓ પુરજોશમાં ચાલી રહી છે. પદાધિકારીઓ અધિકારીઓ દ્વારા સતત મોનીટરીંગ કરવામાં આવી રહ્યું છે. આરોગ્ય શાખાની મેડીકલ ટીમો, ફાયર ટીમો સતત ખડે પગે રાખવામાં આવશે. સમગ્ર યાત્રાના રૂટ, પાર્કિંગ, સાઉન્ડ, નાના-નાના સ્ટેજ બનાવી ત્યાં મનોરંજન કાર્યક્રમ, સફાઈ જેવી વિવિધ વ્યવસ્થાના ભાગરૂપે રાજકોટ મહાનગરપાલિકા આયોજન બધ્ધ કામગીરી ચાલી રહી છે. રાષ્ટ્રધ્વજના ગૌરવ માટે સ્વતંત્રતા સપ્તાહની ઉજવણી અંતર્ગત રાજકોટ મહાનગરપાલિકા દ્વારા યોજાનાર તિરંગા યાત્રામાં બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહેવા અને દરેક ઘર/ઓફિસ પર તિરંગો લહેરાવવા રાજકોટ મહાનગરપાલિકાના મેયર નયનાબેન પેઢડીયા, ડેપ્યુટી મેયર નરેન્દ્રસિંહ જાડેજા, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેનશ્રી જયમીન ઠાકર, મ્યુનિસિપલ કમિશનર તુષાર સુમેરા, શાસક પક્ષના નેતા લીલુબેન જાદવ, શાસક પક્ષના દંડક મનીષભાઈ રાડીયા અને સમાજ કલ્યાણ સમિતિના ચેરમેન સુરેન્દ્રસિંહ વાળા દ્વારા શહેરીજનોને ખાસ અપીલ અને અનુરોધ કરવામાં આવે છે.

રિપોર્ટર.દિલીપ પરમાર રાજકોટ.

IMG-20250811-WA0052.jpg