જામનગરના મહેતા પરિવારની પૂત્રવધુની મહામૃત્યુંજય તપની કઠિન આરાધના: આવતીકાલે પારણાં
ધર્મ-સૂર્યોઘ્યસૂરીશ મહેરબાન લાગે છે,
માસ ક્ષમણ દરબાર જાજરમાન લાગે છે….
જિનાશાસનની સૌથી ઉગ્ર તપસ્યામાંથી એક તપસ્યા એટલે માસક્ષમણ 30 દિવસ સુધી માત્ર ઉકાળેલા પાણીનો સંયમિત ઉપયોગ થકી થતાં આ તપને મહામૃત્યુંજય તપ પણ કહેવાય છે. કર્મની નિર્જરા માટે થતાં આ મંગલકારી તપને લીધે આત્માનું કલ્યાણ થતું હોવાનો જૈનધર્મના 24માં તિર્થંકર મહાવીર સ્વામીનો ઉપદેશ છે.
પ્રફુલભાઇ લાલચંદભાઇ મહેતા (વડપાંચસરાવાળા)ના પૂત્રવધુ અમિષાબેન વિશાલભાઇ મહેતાએ નાની વયે સૌથી ઉગ્ર ગણાતા મહામૃત્યુંજય તપ (માસ ક્ષમણ-30 ઉપવાસ) વ્યવહારદક્ષ પૂજય આચાર્યદેવ મતિચંદ્ર સાગર સુરીશ્વરજી મ.સા., શ્રી મુનિરાજ શ્રુતચંદ્ર સાગર મ.સા. તથા સાઘ્વીજી સુરક્ષા સાગરજી મ.સા. આદિઠાણાની પાવન નિશ્રામાં અને રૂણી તીર્થોદ્વારક પ.પૂ.ગચ્છાધિપતિ આચાર્યદેવશ્રી કલ્પજયસુરીશ્વજી મ.સા.,ના કૃપાપાત્ર શિષ્યરત્ન પ.પૂ. આચાર્યદેવ શ્રી શીલરત્નસૂરીશ્વજી મ.સા.ના મંગલ આશિષથી અતિ ઉગ્ર અને કઠિન ગણાતાં મહામૃત્યુંજય મહા તપના 30 ઉપવાસ પૂર્ણ કરશે અને તા.28-08ના રોજ પારણાં થશે.