ડાકોર શહેરમાં કરોડોના ખર્ચે તૈયાર કરવામાં આવેલા ગાર્ડન અને પાર્કિંગ ખંડેર હાલતમાં જોવા મળી રહ્યું છે. જેમાં આ પાર્કિંગમાં નાખવામાં આવેલી મૂર્તિઓ ખંડિત હાલતમાં જોવા મળી રહી છે.
આ વચ્ચે પૂનમ અને રવિવારે મોટી સંખ્યામાં ભક્તોની અવર જવર હોવા છતાં પણ તંત્ર દ્વારા કોઈ કામગીરી કરવામાં આવી રહી નથી.
તેમાં પાર્કિંગ અને તેની આસપાસના વિસ્તારમાં જમીન દોસ્ત થયેલા લાઈટના પોલના કારણે અવર જવર કરતા ભકતોને કરંટ લાગવાની ભીતિ સેવાઈ રહી છે.
ડાકોર શહેરમાં કરોડોના ખર્ચે ગોમતીની આસપાસના વિસ્તારને ડેવલોપ કરવામાં આવ્યો છે. ત્યારે તંત્ર દ્વારા નાખવામાં આવેલ લાઈટના પોલ પણ તૂટેલી હાલતમાં જોવા મળી રહ્યા છે.
જોકે, સરકાર દ્વારા ડાકોર શહેરમાં વિશાળ પાર્કિંગ, સરકારી ગાર્ડન બનાવવામાં આવ્યું છે. જેમાં પણ સરકારી પાર્કિંગના કાચ તૂટેલી હાલતમાં જોવા મળી રહ્યા છે.
આ સાથે સરકારી ગાર્ડનમાં મૂકવામાં આવેલ મૂર્તિઓ પણ ખંડિત જોવા મળી રહી છે. ત્યારે ગાર્ડનમાં નાખવામાં આવેલ લાઈટના થાંભલા પણ તૂટેલી હાલતમાં જોવા મળી રહ્યા છે.
જોકે, તંત્ર દ્વારા સરકારી પાર્કિંગનું ટેન્ડર મૂકવામાં ન આવતા મંદિર ખાતે આવતા ભક્તોને મોટા પ્રમાણમાં પાર્કિંગના પૈસા ચૂકવવા પડી રહ્યા છે.
આ સાથે ગોમતી તળાવ પર નાખવામાં આવેલા લાઈટના પોલ તૂટેલી હાલતમાં હોવાને લઈ અવરજવર કરતા મુસાફરોને કરંટ લાગવાની ભીતિ સેવાઈ રહી છે.
ત્યારે તંત્ર દ્વારા તાત્કાલીક ધોરણે આ લાઈટના પોલ સરખા કરવામાં આવે તેવી ભકતો દ્વારા માંગ કરવામાં આવી રહી છે.
ગાર્ડનમા મૂકવામાં આવેલી કૃષ્ણ ભગવાનની મૂર્તિની ત્રણ વાંસણીઓ પણ ચોરાઈ ગઈ છે.

