Gujarat

છોટાઉદેપુર જિલ્લાના પાવીજેતપુર તાલુકાના કલારાની પ્રાથમિક આરોગ્ય કેન્દ્રનું લોકાર્પણ ધારાસભ્ય અને જિલ્લા પંચાયત પ્રમુખના હસ્તે કરવામાં આવ્યું

છોટાઉદેપુર જિલ્લાના પાવીજેતપુર તાલુકાના કલારાણી પ્રાથમિક આરોગ્ય કેન્દ્રનું લોકાર્પણ છોટાઉદેપુર જિલ્લા પંચાયતના પ્રમુખ મલકાબેન પટેલ અને ધારાસભ્ય જયંતીભાઈ રાઠવાના હસ્તે  કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ પ્રસંગે જિલ્લા પંચાયત પ્રમુખ અને ધારાસભ્યની સાથે સિંચાઈ સમિતિના ચેરમેન નયનાબેન રાઠવા, જિલ્લા પંચાયતના સભ્ય સુરેશભાઈ રાઠવા, મુખ્ય આરોગ્ય અધિકારી ભરતસિંહ ચૌહાણ,ગામના સરપંચ અરુણાબેન અને મોટી સંખ્યામાં ગામના લોકો ઉપસ્થિત રહ્યા હતા.
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર