Gujarat

રેડક્રોસ સંસ્થા દ્વારા જલધારા પ્રોજેક્ટ હેઠળ પાણીની પરબનું લોકાર્પણ, વર્ષમાં બે વાર 2000 રૂપિયાની દવા સહાય અપાશે

ખંભાળિયામાં આકરી ગરમીમાં લોકોને રાહત આપવા ઇન્ડીયન રેડક્રોસ સોસાયટીએ મહત્વપૂર્ણ પહેલ કરી છે. સંસ્થાની ગુજરાત સ્ટેટ બ્રાન્ચના ચેરમેન અજયભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ જલધારા પ્રોજેક્ટ શરૂ કરવામાં આવ્યો છે.

આગામી બે મહિના માટે શહેરના ત્રણ મુખ્ય સ્થળોએ પાણીની પરબ શરૂ કરવામાં આવી છે. આ સ્થળોમાં બંધન બેંક પાસે, રામનાથ સોસાયટી અને બથીયા ચોકનો સમાવેશ થાય છે. પ્રાંત અધિકારી કે.કે. કરમટા, જિલ્લા ભાજપ પ્રમુખ મયુરભાઈ ગઢવી અને નગરપાલિકા પ્રમુખ રચનાબેન મોટાણીના હસ્તે આ પરબનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું.

રેડક્રોસના ડિસ્ટ્રિક્ટ ચેરમેન કિરીટભાઈ મજીઠીયાએ પ્રોજેક્ટની વિસ્તૃત માહિતી આપી હતી. કાર્યક્રમમાં મોહિતભાઈ મોટાણી અને ઈન્દ્રજીતસિંહ પરમાર વિશેષ રૂપે ઉપસ્થિત રહ્યા હતા.

આ પ્રોજેક્ટને સફળ બનાવવામાં રેડક્રોસની ટીમનો મહત્વપૂર્ણ ફાળો રહ્યો છે. ઉપપ્રમુખ યોગેશભાઈ મોટાણી, સેક્રેટરી શૈલેષ કાનાણી, ટ્રેઝરર મિલન સાયાણી સહિત અનેક સભ્યોએ જહેમત ઉઠાવી હતી. બંધન બેંકના મેનેજર ચિરાગભાઈ મોદી અને રામનાથ સોસાયટીના સંજયભાઈ બથિયા, હેતાભાઈ ગોકાણી તથા ધીરુભાઈ ગોરએ પણ આ કાર્યમાં સહયોગ આપ્યો છે.

ખંભાળિયામાં રઘુવંશી સમાજની અનોખી પહેલ

ખંભાળિયાની પ્રતિષ્ઠિત રઘુવંશી સેવા સંસ્થા શ્રી લોહાણા મિત્ર મંડળે સમાજના જરૂરિયાતમંદ પરિવારો માટે “આરોગ્ય સેવા સેતુ” યોજના શરૂ કરી છે. આ યોજના હેઠળ એવા પરિવારોને મદદ કરવામાં આવશે જેમને નિયમિત દવાઓની જરૂર પડે છે. યોજના અંતર્ગત પાત્રતા ધરાવતા પરિવારોને દર છ મહિને 2,000 રૂપિયા સુધીની દવા સહાય આપવામાં આવશે.

લાભાર્થીઓએ જલિયાણ મેચિંગ સેન્ટર, રાજડા રોડ પર આવેલી વિજયભાઈ દાસાણીની દુકાનેથી સવારે 10થી 12 દરમિયાન અરજી ફોર્મ મેળવી શકે છે. વધુ માહિતી માટે મંડળના પ્રફુલભાઈ દાસાણી, દિલીપભાઈ વિઠલાણી અથવા પરેશભાઈ સામાણીનો સંપર્ક કરી શકાય છે.