Gujarat

મુમનવાસનો પાણીયારી ધોધ જીવંત થયો અહીંનો સિંચાઇ ડેમ પણ 80% ભરાઈ ગયો

બે દિવસ પૂર્વે થયેલા ભારે વરસાદના પગલે મુમનવાસ નજીક આવેલા પાણીયારી ધોધ પણ જીવંત થઈ ગયો હતો.

અને પાણી નીચે ગામના યુવાનોએ નાહવાની મજા માણી હતી. વરસાદ બાદ અહીંનું પ્રાકૃતિક સૌંદર્ય સોળ કળાએ ખીલી ઉઠ્યું છે.

મુમનવાસ ગામના યુવાન દેવેનભાઈ એ જણાવ્યું કે અહીંનો પાણીયારી ડેમ પણ લગભગ ભરાઈ જવાની તૈયારીમાં છે.

હવે જો થોડો વરસાદ આવે તો પણ ડેમ ભરાઈ જશે.વરસાદ બાદ ધોધ નીચે અહીં ગામના યુવાનોએ નાહવાની મજા માણી હતી.