Gujarat

ડાકોરના ઓવર બ્રિજનો જોઈન્ટ નવો નખાશે, બીજા દિવસે અવર જવર બંધ

ડાકોર શહેરમાં આવેલા ઓવર બ્રિજ માં મંગળવારે વરસાદ પડ્યા બાદ બ્રિજમાં જોઈન્ટ તૂટવાની ઘટના પ્રકાશમાં આવી હતી.

જોકે, બ્રિજમાં મોટા પ્રમાણમાં ભ્રષ્ટાચાર થયો હોવાનું સ્થાનિકોમાં ચર્ચા જોવા મળી રહી છે. ત્યારે બુધવારે આર એન બી દ્વારા બ્રિજના જોઈન્ટને સરખો કરવાની કામગીરી શરૂ કરવામાં આવી હતી.

પરંતુ એક દિવસમાં કામ પૂર્ણ ન થતા બીજા દિવસે પણ બ્રિજને વાહન વ્યવહાર માટે બંધ રાખવામાં આવ્યો હતો.

ડાકોર શહેરમાં થોડા મહિના પહેલા જ 68 કરોડના ખર્ચે બનાવવામાં આવેલા બ્રિજ માં અનેક ખામીઓ જોવા મળી રહી છે.

જેમાં આ બ્રિજ પર અનેક વારંવાર સમસ્યાઓ જોવા મળી રહી છે. જેમાં આ બ્રિજ પર પહેલા કરંટ લગાવાની ઘટના આ બાદ ચોપડા પડવાની ઘટના ત્યારે હવે બ્રિજમાં જોઈન્ટ તૂટી જવાની ઘટના પ્રકાશમાં આવી હતી.

ડાકોર શહેરમાં વરસાદ વરસતા બ્રિજ પર ઉમરેઠ થી કપડવંજ અને ઠાસરા જવાના બ્રિજ પર જોઈન્ટ તૂટી ગયો હતો.

આ બ્રિજ પર જોઈન્ટ તૂટવાની ઘટના બીજી વાર બની હતી. જોકે, આ ઘટના બાદ આરએનબી દ્વારા બ્રિજ પર તૂટેલા જોઈન્ટની મરામતની કામગીરી બુધવારે ચાલુ કરવામાં આવી હતી.

જોકે, એક દિવસમાં આ જોઈન્ટ ની કામગીરી પુર્ણ કરવામાં ન આવતા વાહનચાલકોને ભારે હાલાકી ભોગવવાનો વારો આવ્યો હતો.