જાફરાબાદ તાલુકાના કાગવદર ગામે ખોડીયાર માતાજીના મંદિરનું ભૂમિ પુજન રાજસ્થાનના આઈ મા કંકુ કેસરમાંના હસ્તે કરવામાં આવ્યું હતું. કાગવદર ગામે આઈ રાધા માં ખોડીયાર માતાજીની જગ્યા આવી છે.
કાગવદર ગામ અને આજુબાજુના ગમડાના લોકો આઇ રાધા માં પ્રત્યે શ્રદ્ધા છે. તેઓએ પોતાની જગ્યામાં જ એક નૂતન ખોડીયાર માતાજીના મંદિર કરવાનું નક્કી કર્યું છે. અહીં હાલ બાઉન્ડ્રી સહિતની કામગીરી પૂર્ણ થઈ છે. ત્યારે ખોડિયાર માતાજીના મંદિરનું આઈ કંકુ કેસર માના હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું.
જેમાં શાસ્ત્રોક્ત વિધી શાસ્ત્રી કિશોરભાઈ જોષીના હસ્તે કરવામાં આવી હતી. આ પ્રસંગે રામજી મંદિરના પૂજારી મનશારામ બાપુ, માજી સરપંચ રામકુભાઈ, મંગળુભાઈ, પ્રકાશભાઈ, જીવાભાઇ ગઢવી, હાદાભાઈ ગઢવી, માજી સરપંચ ઉમેશભાઈ વરૂ, સરપંચ પૃથ્વીભાઈ વરૂ, મહિપતભાઈ વરૂ, ભુપતભાઈ ગઢવી, પાર્થભાઈ વરૂ વિગેરે ઉપસ્થિત રહ્યા હતા.