Gujarat

કોડીનાર એસટી ડેપોમાં પાંચ નવી બસોનું લોકાર્પણ, મુસાફરોમાં આનંદની લાગણી

કોડીનાર એસટી ડેપોએ પાંચ નવી બસોનું લોકાર્પણ કરતા મુસાફરી સેવાઓમાં મહત્વપૂર્ણ વધારો નોંધાયો છે. જૂની બસોને હટાવી હવે મુસાફરોને નવી, આરામદાયક અને આધુનિક સુવિધાવાળી બસોની સેવા મળશે.

આ નવી બસો ઉના, પોરબંદર અને રાજકોટ માટે એક-એક તેમજ વડોદરા રૂટ માટે બે એમ કુલ પાંચ રૂટ પર ફાળવવામાં આવી છે. બસોના લોકાર્પણ પ્રસંગે નગરપાલિકાના ઉપપ્રમુખ શીવાભાઈ સોલંકી, તાલુકા ભાજપ પ્રમુખ જીતુભાઈ સહિત ભાજપના અગ્રણીઓ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા અને નવી બસોને લીલી ઝંડી બતાવી પ્રસ્થાન કરાવ્યું હતું.

નવી બસો ફાળવાતા મુસાફરોમાં ખુશીની લાગણી છવાઈ છે અને તેઓ વધુ સુગમ તથા આરામદાયક મુસાફરીની અપેક્ષા વ્યક્ત કરી રહ્યા છે.

આ અવસરે કોડીનાર એસટી ડેપોના ઈનચાર્જ હસમુખભાઈ ગોંડલીયા, એ.ટી.આઈ. કરસનભાઈ, મોરી. અજીતભાઈ બારડ, મેકેનિકલ વિભાગના દીપકભાઈ અખિયા સહિત એસટી ડેપોના ડ્રાઇવર કંડકટર સહિત કર્મચારીઓ હાજર રહ્યા હતા.

રિપોર્ટર પરેશ લશ્કરી