જામનગરનું આકાશ દેશભક્તિના રંગે રંગાયું હતું. સતત બીજા દિવસે ભારતીય વાયુસેનાની સૂર્યકિરણ ટીમે અદભૂત એર શો પ્રસ્તુત કર્યો હતો. પ્રજાસત્તાક દિન નિમિત્તે 9 હૉક એમકે-132 વિમાનોએ આકાશમાં અનેક દિલધડક કરતબો સાથે તિરંગાના રંગોનું ભવ્ય પ્રદર્શન કર્યું હતું.
એર શો નિહાળવા જામનગરવાસીઓ ઉમટી પડ્યા સૂર્યકિરણ ટીમના વિમાનોમાં તાજેતરમાં જ નાસિક સ્થિત ભારતીય વાયુસેનાના બેઝ રિપેર ડેપો દ્વારા વિકસિત રંગીન ધુમાડો ઉત્પન્ન કરતા સ્મોક પોડ્સ લગાવવામાં આવ્યા છે.

આ ટેકનોલોજીની મદદથી વિમાનોએ આકાશમાં કેસરી, સફેદ અને લીલા રંગના ધુમાડા સાથે તિરંગાનું અનોખું પ્રદર્શન કર્યું હતું. આ શો ને નિહાળવા જામનગરવાસીઓ ઉમટી પડ્યા હતા.
વિવિધ આકર્ષક ફોર્મેશન્સ બનાવ્યાં એર શો દરમિયાન વિમાનોએ વિવિધતામાં એકતાની થીમ, અંગ્રેજી આલ્ફાબેટ અને ડીએનએની શૃંખલા જેવા વિવિધ આકર્ષક ફોર્મેશન્સ બનાવ્યા હતા. હાજર રહેલા તમામ દર્શકોને મંત્રમુગ્ધ કરી દીધા હતા.

સૂર્યકિરણ ટીમે પ્રજાસત્તાક દિનને યાદગાર બનાવ્યો આ ભવ્ય કાર્યક્રમમાં જિલ્લા કલેક્ટર બી.કે.પંડ્યા, નિવાસી અધિક કલેક્ટર બી.એન.ખેર, નાયબ મ્યુનિસિપલ કમિશ્નર ઝાલા, પ્રાંત અધિકારીઓ અને એરફોર્સના અધિકારીઓ સહિત હજારો જામનગરવાસીઓએ હાજરી આપી હતી. આ રીતે સૂર્યકિરણ ટીમે જામનગરવાસીઓ માટે પ્રજાસત્તાક દિનને યાદગાર બનાવી દીધો હતો.

આ ભવ્ય કાર્યક્રમમાં જિલ્લા કલેક્ટર બી.કે.પંડ્યા, નિવાસી અધિક કલેક્ટર બી.એન.ખેર, નાયબ મ્યુનિસિપલ કમિશ્નર ઝાલા, પ્રાંત અધિકારીઓ અને એરફોર્સના અધિકારીઓ સહિત હજારો જામનગરવાસીઓએ હાજરી આપી હતી. આ રીતે સૂર્યકિરણ ટીમે જામનગરવાસીઓ માટે પ્રજાસત્તાક દિનને યાદગાર બનાવી દીધો હતો.

