અઠવા પાર્ટીપ્લોટ ખાતે 24મીએ મુખ્યમંત્રીના કાર્યક્રમમાં ફાયરબ્રિગેડ આધુનિક સાધનોનું પ્રદર્શન કરશે, જેમાં રોબોટ અને ફાયર ચ્યુટનું પ્રદર્શન કરાશે. ફાયર ચ્યુટ તક્ષશિલાની ઘટના બાદ પાલિકાએ ખરીદ્યું હતું. બે મહિના પહેલાં બીજુ પણ ખરીદ્યું છે, જે આગની ઘટનામાં ઊંચાઈ પર ફસાયેલા લોકોને રેસ્ક્યુ કરી શકાશે.
3 વર્ષ પહેલાં ખરીદવામાં આવેલું ફાયર ચ્યુટ હજી સુધી ક્યાંય કામમાં આવ્યું નથી. તેવી જ રીતે ફાયર રોબોટ આગના બનાવમાં જ્યાં માણસ જઈ શકે તેમ ન હોય કે બ્લાસ્ટ થવાનું જોખમ હોય ત્યાં અંદર જઈને કેમેરાની મદદથી બહાર ઊભેલા અધિકારીઓને અંદરની સ્થિતિની જાણકારી આપશે અને ફાયર ફાયરટિંગ પણ કરશે. આ રોબોટ રાજ્ય સરકારે ફાયરબ્રિગેડને ફાળવ્યો હતો. જો કે, તેનો પણ હજી સુધી કોઈ પણ સ્થળે ઉપયોગ કરી શકાયો નથી.