લાઠી શહેરના હૃદયસમા ભવાની ગાર્ડનનું નવનિર્માણ પામ્યા બાદ ભવ્ય લોકાર્પણ કરવામાં આવ્યું હતું. ગુજરાત સરકારના અમૃત 2.0 મિશન અંતર્ગત ફાળવવામાં આવેલી 2 કરોડની ગ્રાન્ટથી આ ગાર્ડનને નવો ઓપ આપવામાં આવ્યો છે.
લાંબા સમયથી ચાલી રહેલા રિનોવેશન કાર્ય બાદ આ ગાર્ડન શહેરની જનતા માટે ફરીથી ખુલ્લો મુકવામાં આવતા આનંદની લાગણી જોવા મળી રહી છે.
આ પ્રસંગે ગુજરાત સરકારના ઉપ દંડક કૌશિકભાઈ વેકરિયા, લાઠી-બાબરાના ધારાસભ્ય જનકભાઈ તળાવિયા અને જાણીતા ઉદ્યોગપતિ અને ભામાશા મનજીભાઈ ઘોળકીયાના વરદ હસ્તે ગાર્ડનનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું.
લાઠીમા ભવાની ગાર્ડનનુ લોકાપર્ણ થતા લાઠી શહેરના નાનાથી લઇને મોટી ઉમરના લોકોને હરવા ફરવા શાંતી આપતુ સ્થળ બનશે.
આ કાર્યક્રમમાં લાઠી શહેર ભાજપ પરિવાર, લાઠી નગરપાલિકાના પ્રમુખ, ઉપપ્રમુખ, કારોબારી ચેરમેન, જિલ્લા પંચાયતના સદસ્યો, તાલુકા પંચાયતના સદસ્યો તેમજ સંગઠનના તમામ કાર્યકરો અને લાઠીના વેપારીઓ અને ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. .