રત્ન કલાકારો ના સંતાનો એ શિષ્યવૃત્તિ માટે ફોર્મ ભરી લાભ મેળવવા ડાયમંડ એશો ના પ્રફુલ નારોલા નો અનુરોધ ————————- દામનગર ડાયમંડ એશોસિએશન ટ્રસ્ટ ના અગ્રણી ઓની ઓની તમામ કારખાનેદાર અને કારખાનામાં કામ કરતા રત્નકલાકાર ભાઈઓ અથવા બહેનો એમના મેનેજર હીરા ઉદ્યાગ સાથે કામ કરતા ફિકસીગ દોરી મારતા કારીગરો સહિત ના બાળકો પ્રાઇવેટ સ્કૂલમાં ભણતા હોય તો એસોસીએશન ના સહયોગ થી અને સરકારશ્રી તરફથી ૧૩.૫૦૦ ફી નિશુલ્ક મળવાપાત્ર હોવા નું દરેક કારખાનેદાર શેઠ શ્રીઓ પોતાના કારખાના ઓમાં આની માહિતી થી સર્વ ને અવગત કરે જેથી કરીને દરેક રત્નકલાકાર ભાઈઓ તથા બહેનો આનો લાભ લઈ શકે એના માટે દરેક કારખાનાદારે કારીગરો સુધી આ માહિતી પહોંચાડી સહયોગ કરવા પ્રફુલભાઈ નારોલ એ અનુરોધ કર્યો છે રત્ન કલાકાર ના સંતાનો ખાનગી શાળા માં વિદ્યા અભ્યાસ કરતા વિદ્યાર્થી ઓના ફોર્મ ભરવાની છેલ્લી તારીખ ૧૫/૦૭/૨૫ સુધીમાં ફોર્મ ભરી દેવું તેમ જણાવેલ છે આ ફોર્મ પ્રફુલભાઈ નારોલા પાસે થી ઓન લાઈન મોબાઈલ થી વૉટશોપ થી પણ મેળવી શકાશે રત્ન કલાકારો ના સંતાનો ને ખાનગી શાળા ઓમાં અભ્યાસ માં ૧૩.૫૦૦ ની શિષ્યવૃત્તિ સહાય માટે ખાનગી શાળા માં પણ આ ફોર્મ ઉપલબ્ધ કરાવશે રિપોર્ટ નટવરલાલ ભાતિયા
