Gujarat

મેંદરડા : ની એકમાત્ર પ્રાચીન ગરબી જેમાં નાની બાળાઓ દ્વારા ગરબા રમવામાં આવે છે

મેંદરડા : ની એકમાત્ર પ્રાચીન ગરબી જેમાં નાની બાળાઓ દ્વારા ગરબા રમવામાં આવે છે

ઈ.સ.૧૯૮૪ માં આ પ્રાચીન ગરબી શરુ થયેલ હાલ ૪૧ વર્ષ થી સદંતર કાર્યરત્

મેંદરડા એસ.ટી બસસ્ટેશન પાછળ કૃષ્ણ નગર સોસાયટી ખાતે ઈ.સ.૧૯૮૪ ની સાલ થી પ્રાચિન ગરબી ની સ્થાપના કરવા માં આવેલ હતી ત્યારથી આજ દિવસ સુધી આ ગરબી મા નાની બાળા ઓ દ્વારા રાસ ગરબા રમવા માં આવી રહ્યા છે આ ગરબી માં પ્રાચીન અને અર્વાચીન ગરબા રમવા માં આવે છે

ત્યારે આ ગરબી ના સંચાલકો નો મુખ્ય ઉદેશ્ય હિન્દુ સંસ્કૃતી ને જીવંત અને ઉજાગર કરવા નો છે અને રોજ બાળાઓ ને વિવિધ લાણી આપવા માં આવે છે,આ ગરબી ની વિશેસતા એ છે કે ગરબી માં ઇનામ ઉપરાંત ધાર્મિક તેમજ ક્રાંતિકારીઓ ના પુસ્તકો પણ ભેટ સ્વરૂપે આપવા મા આવી રહ્યા છે

શહેર ના નગરજનો આ પ્રાચીન ગરબીને નિહાળવા ખુબ બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહે છે અને વિવિધ ગરબા નિહાળી લોકો મંત્રમુગ્ધ થઈ જાય છે

રીપોર્ટ : કમલેશ મહેતા મેંદરડા

IMG-20250923-WA0039-2.jpg IMG-20250923-WA0038-1.jpg IMG-20250923-WA0040-0.jpg