Gujarat

મેંદરડા-તાલાળા તાલુકા સમસ્ત બ્રહ્મસમાજ નુ ગૌરવ

મેંદરડા-તાલાળા તાલુકા સમસ્ત બ્રહ્મસમાજ નુ ગૌરવ

*ગીર સોમનાથ જિલ્લાના તાલાલા (ગીર) ગામના કિરણબેને પી.એચડી ની પદવી મેળવી ગૌરવ વધાર્યું.*

ગીર સોમનાથ જિલ્લાના તાલાલા ( ગીર) ખાતે સાસરે રહેતા અને મેંદરડા સ્થિતિ રસીકભાઇ મહેતા (ગેલેક્સી પાન વાળા) ની પુત્રી તેમજ ભાવેશ ભાઈ અને અશ્વિનભાઈ મહેતા ના નાના બહેન કિરણબેન ભાવેશભાઈ મહેતાએ પી.એચડી થઈ ને સમગ્ર બ્રહ્મસમાજ નુ સોમનાથ જુનાગઢ જિલ્લા માં ગૌરવ વધાર્યું છે. તેઓ દ્વારા શ્રી એન.આર બોરીચા એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત આર્ટસ & કોમર્સ કોલેજ મેંદરડા ના ઇતિહાસ વિભાગ ના પ્રોફેસર અને અધ્યક્ષ એવા ડૉ.ધીરુભાઈ પી.વાળા ના માર્ગદર્શન હેઠળ ” સૌરાષ્ટ્રમાં રાજગોર બ્રાહ્મણ જ્ઞાતિનું સામાજિક,આર્થિક અને સાંસ્કૃતિક ક્ષેત્રે પ્રદાન- ઐતિહાસિક અધ્યયન( ૨૦મી સદીના સંદર્ભમાં)” વિષય પર સંશોધન કરી અને મહાનિબંધ પ્રસ્તુત કરી પી.એચડી ની પદવી પ્રાપ્ત કરી છે. ડૉ.કિરણ બેને આ વિશેષ સિદ્ધિ પ્રાપ્ત કરી અને સમગ્ર સોરઠ પંથકમાં સમસ્ત બ્રહ્મસમાજ નુ ગૌરવ વધાર્યું છે

રીપોર્ટ -કમલેશ મહેતા મેંદરડા

IMG-20250723-WA0041-0.jpg IMG-20250723-WA0042-1.jpg