Gujarat

ભરૂચ જિલ્લાના જંબુસર તાલુકાના ગાંધી આશ્રમ, વેડચ ગામે ધારાસભ્ય શ્રી ડી.કે. સ્વામીના અધ્યક્ષસ્થાને કાર્યક્રમ યોજાયો

૧૩/૧૦/૨૦૨૫
વિકાસ સપ્તાહ – ૨૦૨૫

ભરૂચ જિલ્લાના જંબુસર તાલુકાના ગાંધી આશ્રમ, વેડચ ગામે ધારાસભ્ય શ્રી ડી.કે. સ્વામીના અધ્યક્ષસ્થાને કાર્યક્રમ યોજાયો

વિવિધ યોજનાના લાભાર્થીઓને મહાનુભાવોના હસ્તે લાભોનું વિતરણ, વિકાસકામોનું લોકાર્પણ-ખાતમુહુર્ત કરાયું

ભરૂચ – સોમવાર – ગુજરાત સરકાર દ્વારા સમગ્ર રાજ્યમાં ‘વિકાસ સપ્તાહ – ૨૦૨૫’ની ઉજવણી કરવામાં આવી રહી છે, જેનો ઉદ્દેશ્ય ગ્રામ્ય કક્ષાએ સરકારી યોજનાઓનો વ્યાપક પ્રચાર-પ્રસાર અને જનસંપર્ક સાધવાનો છે. આ ઉજવણીના ભાગરૂપે ભરૂચ જિલ્લાના જંબુસર તાલુકાના ગાંધી આશ્રમ વેડચ, પ્રાથમિક શાળા કહાનવા ગામે ધારાસભ્ય શ્રી ડી.કે. સ્વામીના અધ્યક્ષસ્થાને કાર્યક્રમ યોજાયો હતો.

સરકારની વિકાસ ગાથાને ગામેગામ પહોંચાડતા વિકાસ રથનું જંબુસર તાલુકાના ગાંધી આશ્રમ, વેડચ, પ્રાથમિક શાળા કહાનવા ગામે ગામમાં ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં ગામના નાગરિકોએ રાજ્ય અને કેન્દ્ર સરકારના વિકાસકામોની ગાથા વર્ણવતી શોર્ટ ફિલ્મ નિહાળી હતી.

આ કાર્યક્રમમાં ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે વિવિધ યોજનાઓના લાભાર્થીઓને લાભો વિતરિત કરવામાં આવ્યા હતા. મહાનુભાવોના હસ્તે વિવિધ વિકાસકામોનું લોકાર્પણ-ખાતમુહુર્ત પણ આ તકે કરવામાં આવ્યું હતું. તદુપરાંત, ‘વોકલ ફોર લોકલ’ના સંકલ્પને મૂર્તિમંત કરવા અને સ્વદેશી ઉત્પાદનોના ઉપયોગને પ્રોત્સાહન આપવાના ઉદ્દેશ્ય સાથે ઉપસ્થિત સર્વે મહાનુભાવો અને ગ્રામજનોએ આત્મનિર્ભર ભારતના નિર્માણ માટે ભારત વિકાસ પ્રતિજ્ઞા લીધી હતી. કાર્યક્રમના અંતે મહાનુભાવોએ સ્થળ પર વૃક્ષારોપણ કર્યું હતું.

આ કાર્યક્રમમાં શ્રી ભુપેન્દ્રસિંહ રાઠોડ, શ્રી બિરેન્દ્રસિંહ રાઠોડ, શ્રીમતિ પ્રતિક્ષાબેન સહિતના પદાધિકારીશ્રીઓ, તાલુકા વિકાસ અધિકારીશ્રી શ્રી હાર્દિક સિંહ રાઠોડ સહિતના અધિકારીશ્રીઓ, કર્મચારીશ્રીઓ, ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા…. ન્યૂઝ રિપોર્ટર રાકેશ જી પાઠક ભરૂચ….

IMG-20251013-WA0071-3.jpg IMG-20251013-WA0070-4.jpg IMG-20251013-WA0072-2.jpg IMG-20251013-WA0069-0.jpg IMG-20251013-WA0073-1.jpg