Gujarat

આંકલાવના વાંટા વિસ્તારમાં હડકાયા કુતરાએ 13 વ્યક્તિઓને બચકા ભર્યા

આંકલાવ શહેરના વાટા વિસ્તારમાં છેલ્લા ત્રણ-ચાર દિવસથી એક હડાકાયા કુતરાનો ત્રાસ વધી ગયો છે. ઘરની બહાર રમતા બાળકો, મહિલાઓ અને વૃદ્ધોને બચકા ભરીને ગંભીર ઇજા પહોંચાડી છે.

અત્યાર સુધીમાં 5 બાળકો, 3 મહિલા અને 5 વૃદ્ધોને બચકા ભરી લેતા તાત્કાલિક સારવારા માટે હોસ્પિટલમાં ખસેડવા પડ્યા હતા. આંકલાવ પાલિકા દ્વારા રખડતા કુતરાના નિવારણ માટે કોઇ પગલા લેવાતા નથી. જેને લઇ સ્થાનિકોમાં રોષ જોવા મળી રહ્યા છે.

પ્રાપ્ત માહિતી અનુસાર આંકલાવ શહેરમાં રખડતા પશુઓ બાદ કુતરાનો ત્રાસ પણ વધી ગયો છે. જેને લઇને નગરજનોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. શહેરના વાટા વિસ્તારમાં છેલ્લા ત્રણ-ચાર દિવસથી એક કુતરુ હડકાયુ થતા લોકોને ઘરની બહાર નિકળવુ મુશ્કેલ થઇ ગયું છે.

શનિવારે હડકાયા કુતરાએ 8 વર્ષના બાળકને પગે બચકુ ભરતા 8 ટાકા લેવા પડ્યા હતા. જ્યારે અન્ય એક બાળકને 4 ટાકા લેવા પડ્યા હતા.

અત્યાર સુધીમાં 13 થી વધુ લોકોને કુતરાએ બચકા ભર્યા છે. જેને લઇને સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. ત્યારે પાલિકા દ્વારા રખડતા કુતરાઓને પકડીને શહેર બહાર મુક્યાવવામાં આવે તેવી માગ ઉઠી છે.