Gujarat

ચકલાસીમાં 40 લાખના ખર્ચે બનેલી ગટરના ઢાંકણા એક વર્ષમાં જ તૂટ્યા

નડિયાદ તાલુકામાં આવેલી ચકલાસી નગરપાલિકામાં એક વર્ષ પહેલા 40 લાખથી વધુ ના ખર્ચે ગટરનું કામકાજ કરવામાં આવ્યું હતું. જેમાં ચકલાસી નગરમાં આવેલા પ્રમુખસ્વામી માર્ગથી ચકલાસી પોલીસ સ્ટેશન જવાના માર્ગ ઉપર ગટરનું કામકાજ કરવામાં આવ્યું હતું.

ત્યારે કોન્ટ્રાક્ટર અને ચકલાસી નગરપાલિકાના ચીફ ઓફિસરની મિલી ભગત ના કારણે કોન્ટ્રાક્ટર દ્વારા નિયમ અનુસાર કામ ન કર્યું હોવાનું સ્થાનિકો દ્વારા આક્ષેપ કરવામાં આવી રહ્યા છે. જોકે માર્ગ ઉપર બનાવવામાં આવેલ ગટરના ઢાંકણા તૂટી ગયેલી હાલતમાં જોવા મળી રહ્યા છે.

ચકલાસી શહેરમાં એક જ વર્ષ પહેલા પાલિકાની ગ્રાન્ટમાંથી 40 થી વધુ લાખના ખર્ચે ગટરની કામગીરી કરવામાં આવી હતી. જેમાં ચકલાસી નગરપાલિકા દ્વારા પ્રમુખ સ્વામી માર્ગથી ચકલાસી પોલીસ સ્ટેશન જવાના માર્ગ સુધી તમામ જગ્યાએ ગટરની કામગીરી કરવામાં આવી હતી.

જોકે કોન્ટ્રાક્ટર અને નગરપાલિકાના ચીફ ઓફિસર ની મિલીભગતના કારણે આ માર્ગ ઉપર કરવામાં આવેલ ગટરના કામ માં ભ્રષ્ટાચાર થયો હોવાના સ્થાનિકો દ્વારા આક્ષેપ કરવામાં આવી રહ્યા છે. ત્યારે 40 લાખ થી વધુ ના ખર્ચે બનાવવામાં આવેલી આ ગટર લાઈનના ઢાંકણાઓ વિવિધ જગ્યાએ તૂટેલી હાલતમાં જોવા મળી રહ્યા છે.

જોકે, આ માર્ગ ઉપર નાખવામાં આવેલ ગટરના ઢાંકણાઓ પણ હલકી ગણવત્તાનું મટીરીયલ વાપરવામાં આવ્યું હોય તેમ સ્થાનિક જનો દ્વારા આક્ષેપ કરવામાં આવી રહ્યા છે. આ સાથે પાલિકા દ્વારા મુખ્ય માર્ગની પાસે જ કાંસ હોવા છતાં પણ ગટરનું કામ કરી દેવામાં આવ્યું છે.

ત્યારે ખોટા રૂપિયા પાસ કરાવવા માટે નગરપાલિકાના ચીફ ઓફિસર દ્વારા આ કામગીરી કરાવવામાં આવી હોય તેવા સ્થાનિક જનો દ્વારા આક્ષેપ કરવામાં આવી રહ્યા છે. તૂટેલા ઢાંકણાઓને લઈ માર્ગ પરથી પસાર થતા વાહન ચાલકોને અકસ્માતનો ભય સતાવી રહ્યો છે.