Gujarat

દામનગર ત્રિકોણ બાગ ખાતે છભાડ પરિવાર દ્વારા પૂજ્ય સંતો ની ઉપસ્થિતિ માં ગાય અને વાચરડી ની પ્રતિમા અનાવરણ કરાય

દામનગર ત્રિકોણ બાગ ખાતે છભાડ પરિવાર દ્વારા પૂજ્ય સંતો ની ઉપસ્થિતિ માં ગાય અને વાચરડી ની પ્રતિમા અનાવરણ કરાય ——————————– દામનગર શહેર ની પૃષ્ટ્રિયમાર્ગીય શ્રી મદન મોહન લાલજી મહારાજ ની હવેલી પાસે સરદાર ચોક સામે જુના ગોદરા માં બનેલ ત્રિકોણ બાગ ખાતે માલધારી અગ્રણી ઓધડભાઈ ગોકળભાઈ છભાડ પરિવાર દ્વારા પૂજ્ય સંતો ની ઉપસ્થિતિ માં ગાય અને વાચરડી ની પૂર્ણ કદ ની મૂર્તિ નું અનાવરણ કરાયું હતું એ પ્રસંગે ઠાકોરદ્વાર રોહિશાળા ના મહંત પૂજ્ય કાનજીબાપુ એવમ રૂપાબાપુ સીતારામ આશ્રમ ના સીતારામબાપુ વગડીયા ખોડિયાર મંદિર ના પ્રતિમદાસ બાપુ સહિત અનેકો સંતો એવમ સ્થાનિક સહકારી અગ્રણી હરજીભાઈ નારોલા પાલિકા પ્રમુખ ગોબરભાઈ નારોલા સદસ્ય નિકુલભાઈ રાવળ જયતીભાઈ નારોલા પૂર્વ પાલિકા પ્રમુખ અમરશીભાઇ નારોલા જીવદયા નંદી સેવા ટ્રસ્ટ ના મનસુખભાઈ નારોલા પાલિકા સદસ્ય ધ્રુવભાઈ ભટ્ટ પૂર્વ પાલિકા પ્રમુખ ધીરૂભાઇ નારોલા આર કે નારોલા રઘુભાઈ જોગારાણા સચિભાઈ બોખા ગણેશભાઈ ઠીકુડી સહિત અનેક અગ્રણી ઓ સામાજિક સ્વૈચ્છિક સંસ્થા ઓના અગ્રણી વેપારી પશુ પાલકો ની વિશાળ ઉપસ્થિતિ માં શહેર ના ત્રિકોણ બાગ ખાતે ગાય અને વાચરડી ની પૂર્ણ કદ ની નયન રમ્ય મૂર્તિ નુ અનાવરણ કરાય પશુ પ્રેમ નો અવિરત સંદેશ આપતા ગાય વાચરડી ની ધ્યાનાકર્ષક પ્રતિમા થી ત્રિકોણ બાગ પરિસર શોભા માં અભિવૃદ્ધિ થઈ હતી ગાય વાચરડી ની પ્રતિમા અનાવરણ પ્રસંગે અનેક અગ્રણી ઓએ ખુશી વ્યક્ત કરી દાતા પરિવારે કરેલ સુંદર કાર્ય ની સરાહના કરાય હતી
રિપોર્ટ નટવરલાલ ભાતિયા

IMG-20250814-WA0020.jpg