Gujarat

રાજકોટ મહાનગરપાલિકાની આંગણવાડીઓમાં “સુપોષણ સંવાદ” ની ઉજવણી કરવામાં આવી.

રાજકોટ મહાનગરપાલિકાની આંગણવાડીઓમાં “સુપોષણ સંવાદ” ની ઉજવણી કરવામાં આવી.

રાજકોટ શહેર તા.૨/૭/૨૦૨૫ ના રોજ મહિલા અને બાળ વિકાસ મંત્રાલય દ્વારા સુપોષિત ભારતના સ્વપ્નને સાકાર કરવા માટે ગુજરાત સરકાર દ્વારા જન આંદોલનના ભાગરૂપે જન સમુદાયની સહભાગીતાને મહત્વ આપવા માટે દર મહિનાના પહેલા મંગળવારે “સુપોષણ સંવાદ” તરીકે ઉજવવામાં આવે છે. ગર્ભધારણથી બાળકના બીજા જન્મદિવસ સુધીના પ્રથમ હજાર દિવસ આજીવન સ્વાસ્થ્ય અને વિકાસનો પાયો નાખવા માટે મહત્વપૂર્ણ છે. મ્યુનિસિપલ કમિશનર તુષાર સુમેરા, ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર મનીષ ગુરવાની, ICDS વિભાગના ચેરમેન દિલીપભાઈ લુણાગરિયા તેમજ પ્રોગ્રામ ઓફિસર શારદાબેન દેસાઈ ના માર્ગદર્શન હેઠળ તા.૧-૭-૨૦૨૫ના રોજ નવનીત હોલ ખાતે “સુપોષણ સંવાદ”ની ઉજવણી કરવામાં આવી. આ કાર્યક્રમમાં પ્રોગ્રામ ઓફિસર શારદાબેન દેસાઈ દ્વારા સગર્ભા બહેનોને ગુજરાત સરકાર તરફથી મળતા માતૃ શક્તિ ના પેકેટનો ખોરાક માં ઉપયોગીતા વીષે પૂરતી સમાજ, માતાને પોષણની જરૂરિયાત, ખોરાકમાં વૈવિધ્યતા, સ્વચ્છતા, નિયમિત તપાસ, ifa-કેલ્શિયમની ગોળીની ઉપયોગીતા અને તેમનું મહત્વ, આરામ, માનસિકતાણમાં ઘટાડો જેવી દરેક બાબત પર કાઉન્સેલિંગ કરવામાં આવેલ. સુપોષણ સંવાદની ઉજવણીમાં ૧૯ બહેનોની ગોદ ભરાઈની રસમ કરીને પોષણ કીટ આપવામાં આવેલ છે. THR માંથી બનતી વાનગીનું નિદર્શન પણ ગોઠવવામાં આવેલ હતું. આ કાર્યક્રમમાં પૂર્વ શાસક પક્ષના નેતા વિનુભાઈ ધવા, વોર્ડનં-૧૭ના કોર્પોરેટર કિર્તીબા રાણા, રાજકોટ શહેર ભાજપ ઉપપ્રમુખ કિસાન મોરચો વિઠ્ઠલભાઈ, Rbsk ટીમ, પ્રોગ્રામ ઓફિસર શારદાબેન દેસાઈ તેમજ તેમની ટીમ, બાળ વિકાસ યોજના અધિકારી પૂજાબેન જોષી તેમજ મુખ્ય સેવીકા પટેલ કૃપાબેન તેમજ તેમની ટીમ, આંગણવાડી કાર્યકર, સગર્ભા બહેનો ધાત્રીમાતાઓ, વાલીઓ તેમજ બાળકો ઉપસ્થિત રહ્યા હતા.

રિપોર્ટર.દિલીપ પરમાર રાજકોટ.

IMG-20250702-WA0054-0.jpg IMG-20250702-WA0055-1.jpg IMG-20250702-WA0053-2.jpg IMG-20250702-WA0051-3.jpg