Gujarat

સાવરકુંડલા શહેરમાં આજરોજ મહુવા રોડ પર આવેલ એસએમજીકે શૈક્ષણિક સંકુલમાં તાલુકા કક્ષાનો ખેલ મહાકુંભ – ૩.૦ એસએમજીકેના યજમાન પદે યોજાયો

આજના ખેલ મહાકુંભમાં કબડ્ડી મેદાની રમતની વિવિધ ટીમો વચ્ચે જોરદાર મુકાબલો થયો હતો
સાવરકુંડલા શહેરમાં આજરોજ સાવરકુંડલા તાલુકા મહાકુંભ – ૩.૦ નો અહીંની એસએમજીકેના યજમાન પદે પ્રારંભ થયો. આજે સાવરકુંડલા તાલુકાની કુલ ૩૩ કબડ્ડી ટીમોએ આ કબડ્ડી સ્પર્ધામાં ભાગ લીધો હતો
 
આ પ્રસંગે એસએમજીકે શૈક્ષણિક સંકુલના કેમ્પસ ડાયરેક્ટર કુરેશી સાહેબે ઉપસ્થિત તમામ ખેલાડીઓ, કોચ, કેપ્ટનનું શાબ્દિક સ્વાગત કરીને આ ખેલ મહાકુંભને ખુલ્લો મૂક્યો હતો. આજના તાલુકા કક્ષાના એ ખેલ મહાકુંભમાં કુલ ૩૩ ટીમોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. જેમાં અંડર -૧૪ની ૧૩ ટીમ ભાઈઓની, બહેનોની ૯ ટીમ, અંડર ૧૭ની ૬ ટીમ તથા ઓપન વિભાગમાં ભાઈઓની ૫ ટીમે ઉત્સાહભેર ભાગ લીધો હતો. આ ખેલ મહાકુંભનો મુખ્ય ઉદ્દેશ આજના ડીજીટલ યુગમાં વિદ્યાર્થીઓને તેમજ આમજનતાનો રસ મેદાની રમતો પ્રત્યે વધે એ છે.
આ ઉદેશ સાથે સરકાર દ્વારા આવા  ખેલ મહાકુંભ યોજાય છે એ ખૂબ જ આવકાર્ય છે. આમ પણ આજે લોકો પણ હવે ડીજીટલ યુગમાં પોતાની તંદુરસ્તી અને સ્વાસ્થ્યનું મહત્વ સમજી રહ્યા છે ત્યારે સરકાર અને સમાજના સહિયારા પ્રયાસો દ્વારા તંદુરસ્ત ભારતનું નિર્માણ થશે એમાં બે મત નથી.લોકોમાં ખેલદિલીની ભાવના વધુ કેળવાય અને હાર અને જીત પચાવી શકાય તેવું કૌશલ્ય વિકાસ થાય એ પણ આવી રમતગમત સ્પર્ધાઓનો ઉદેશ ચોક્કસ ગણાય.
બિપીન પાંધી સાવરકુંડલા