દામનગર BAPS મંદિર ખાતે પૂજ્ય સંતો દ્વારા ત્રીદિવસીય સંત પારાયણ યોજાય
“શુધ્ધ ઘી ના શીરા જેમ સયુંકત કુટુંબ ભાવના નો સંદેશ શ્રાવકો ગળે ઉતારતા. સ્વામી અધ્યાત્ત્મક સ્વરૂપદાસજી”
ધર્મ દેખાડા નો નહી ઉતમ આચરણ ના વિષય છે
(સ્વામી અધ્યામિક સ્વરૂપદાસજી)
દામનગર BAPS મંદિર ખાતે ત્રિદિવસીય સંત પારાયણ માં ગઢડા સ્વામી નારાયણ મંદિર સાળંગપુર મંદિર BAPS સંસ્થા ના વરિષ્ઠ સંતો પૂજ્ય શ્રીઅધ્યાત્ત્મક સ્વરૂપદાસ સ્વામી (કોઠારી સંતશ્રી, BAPS મંદિર ગઢડા) પૂજ્ય શ્રી ભગવત્ કિર્તન દાસ સ્વામી (સંત નિર્દેશક – BAPS મંદિર ગઢડા)પૂજ્ય શ્રી ભગવત્ સ્મરણદાસ સ્વામી (BAPS મંદિર, સારંગપુર)સાધક શ્રી ડો. મેહુલભાઈ, હ્યુસ્ટન – અમેરીકા (સારંગપુર) સાધક શ્રી પિયુષભાઈ (સારંગપુર) ની ઉપસ્થિતિ માં ત્રિદિવસીય સંત પારાયણ માં પૂજ્ય સંતો ના મુખે માર્મિક ટકોર કરતા દ્રષ્ટાંતો સયુંકત કુટુંબ ભાવના એકયતા ની શીખ સાથે કોઠારી સ્વામી અધ્યાત્ત્મક સ્વરૂપદાસજી ના મુખે થી શુધ્ધ ઘી ના શીરા જેમ વ્યસન મુક્તિ સયુંકત કુટુંબ ભાવના કુરિવાજ દેખાદેખી ઈર્ષા લોભ ક્રોધ અને કઠોર વચન નો હમેશા ત્યાગ કરો ક્યારેય તમારા જીવન માં આગ નહી લાગે સદગુણો નું મૂળ જ નમ્રતા છે યુવાનો ને શીખ આપતા પૂજ્ય કોઠારી સ્વામી ને કલાકો સુધી હજારો શ્રાવકો સ્થિર પ્રજ્ઞ બની ટાંચણી પડે તો પણ અવાજ આવે તેવી નીરવ શાંતિ માં સાંભળ્યા ત્રિદિવસીય સંત પારાયણ માં BAPS મંદિર ગઢડા સ્વામી ના એવમ સાળંગપુર ના વરિષ્ઠ સંતો ની પાવન નિશ્રા માં ત્રિદિસીય સંત પારાયણ માં ખૂબ મોટી સંખ્યા માં દામનગર શહેરી તેમજ ગ્રામ્ય વિસ્તાર ના સતસંગી પરિવારો ની સામૂહિક હાજરી સામાજિક સ્વૈચ્છિક સંસ્થા વેપારી યુવાનો ની એકડેઠઠ જનમેદની વચ્ચે પૂજ્ય સંતો દ્વારા ઉતમ આદર્શ જીવન નો સંદેશ ધર્મ સંસ્કૃતિ પારિવારિક સયુંકત કુટુંબ ભાવના અંગે હદયસ્પર્શી શીખ સાથે ત્રી દિવસીય સંત પારાયણ ભવ્ય રીતે સંપન્ન થઈ હતી
રિપોર્ટ નટવરલાલ ભાતિયા