Gujarat

બ્રેકડાઉન ટેન્કર સાથે ટકરાયું, ટોલ પ્લાઝા ટીમની સતર્કતાથી મોટી દુર્ઘટના ટળી

ભચાઉ નજીક સામખિયાળી તરફના છ માર્ગીય ધોરીમાર્ગ પર વોન્ધ ગામ પાસે એક મોટી દુર્ઘટના ટળી ગઈ છે.

ગઈકાલે એક ટેન્કર બ્રેક ડાઉન થઈને રસ્તામાં અટકી ગયું હતું. સામખિયાળી ટોલ પ્લાઝાની ટીમે સલામતી માટે ટેન્કર ફરતે દિશા સૂચક પિલર મૂક્યા હતા.

આજે વહેલી સવારે ચાર વાગ્યે એક એસિડ ભરેલું ટેન્કર બંધ પડેલા ટેન્કર સાથે અથડાયું.

ગુરુકૃપા હોટેલ પાસે બનેલી આ ઘટનામાં કેમિકલ લીકેજની અફવા ફેલાતા વાહનચાલકોમાં ગભરાટ ફેલાયો હતો.

રૂટ મેનેજર શૈલેષ રામી અને તેમની ટીમના કર્મચારીઓએ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી કાર્યવાહી શરૂ કરી.

તેમણે ભચાઉ ફાયર વિભાગને બોલાવીને સલામતીના પગલાં લીધા. સદનસીબે આ અકસ્માતમાં કોઈ જાનહાનિ કે માલહાનિ થઈ નથી. હાલ પરિસ્થિતિ નિયંત્રણમાં છે.