Gujarat

દૂધનાથ મહાદેવ મંદિર પાસે વીજળીના તાર પર પડ્યું વૃક્ષ, કોઈ જાનહાનિ નહીં

ઉના તાલુકાના મોઠા ગામમાં બપોરના સમયે અચાનક પવનની ગતિ વધી ગઈ હતી. આ સમયે મોઠાથી રામેશ્વર તરફ જતા માર્ગ પર દૂધનાથ મહાદેવ મંદિરની બાજુમાં એક મોટું વૃક્ષ ધરાશાયી થયું હતું.

વૃક્ષ PGVCLના વીજળીના તારો પર પડતાં આસપાસના વિસ્તારનો વીજ પુરવઠો ખોરવાઈ ગયો હતો.

આ ઘટનાની જાણ થતાં જ PGVCLની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. ટીમે કલાકોની મહેનત બાદ વીજ પુરવઠો પુનः કાર્યરત કર્યો હતો.

સદ્નસીબે ઘટના સમયે માર્ગ પર લોકોની અવરજવર ન હોવાથી કોઈ જાનહાનિ કે નુકસાન થયું ન હતું. જોકે, પવનની ગતિ વધવાથી વિસ્તારના લોકોમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો.