સાવરકુંડલા તાલુકાના કરજાળા ગામે આવેલ શેલ કાંઠાવાળા હનુમાનજી મંદિરની એક અનોખી આભા છે. આમ તો મંદિરના પ્રાંગણમાં પ્રવેશ કરતાં જ એક અનોખી ચૈતસિક શક્તિનો અહેસાસ થાય છે. માત્ર સાવરકુંડલા જ નહિ પરંતુ ગુજરાતના મેટ્રોપોલિટન સિટી અમદાવાદ સુરત મુંબઈ વડોદરા જેવા મહાનગરોથી આ મંદિરમાં આસ્થા ધરાવતાં અનેક ભક્તજનો અહીં દર્શનાર્થે આવે છે.

ઘણા સેવકો પગપાળા ચાલીને પણ આ મંદિરના દર્શનાર્થે પધારતાં જોવા મળે છે.આ મંદિરમાં શ્રધ્ધા ધરાવનારની મનોકામના પૂર્ણ થયે અહીં હનુમાનજીને મહાપ્રસાદ (થાળ) (લોટ) અર્પણ કરતાં અનેક ભક્તો જોવા મળે છે.

આ મંદિરના પૂજારી પ. પૂ. પરશોતમપરીએ આ હનુમાનજીના પ્રાગટય સંદર્ભે વાત કરતાં જણાવ્યું હતું કે આ મંદિરની સ્થાપના પ. પૂ. દાનબાપુએ કરી હતી. મંદિરના પ્રાંગણમાં શનિદેવનું મંદિર પણ છે. અહીં પધારતાં તમામની ભકતગણોની મનોકામના હનુમાનજી પૂર્ણ કરે છે.

લગભગ બસો વર્ષ કરતાં વધુ સમયથી આ મંદિરના અનેક પરચાંઓને વાગોળતાં વાગોળતાં એક વખત સાવરકુંડલાથી માત્ર દસ બાર કિલોમીટરના અંતરે આવેલું આ મંદિરના હનુમાનજીના દર્શન કરીને ધન્ય બની જવાય છે.

હનુમાન જયંતિના દિવસે અહીં દૂર દૂરથી ભાવિકો દર્શનાર્થે ઉમટી પડે છે લગભગ પાંચ છ હજાર લોકો મહાપ્રસાદ ગ્રહણ કરે છે.

એમ પણ આ મંદિરના પૂજારી પૂ. પરશોતમપરીએ જણાવ્યું હતું. સાવરકુંડલાના શશીકાંતભાઈ ગઢીયા જેવા અનેક ભાવિકો આ મંદિરમાં અતૂટ શ્રધ્ધા ધરાવે છે.
બિપીન પાંધી સાવરકુંડલા

