મેંદરડા : વિજયા દશમીના પાવન પર્વએ શાસ્ત્રોક્ત મંત્રોચ્ચાર સાથે શસ્ત્ર પુજન કાર્યકમ યોજાયો
વિશ્વ હિન્દુ પરિષદ પ્રખંડ બજરંગ દળ ના સંયુક્ત ઉપક્રમે કાર્યક્રમ યોજાયો
મેંદરડા નગર મા શસ્ત્ર પૂજન નું આયોજન સાજે સાત વાગ્યે વિશ્વ હિન્દુ પરિષદ પ્રખંડ મેંદરડા અને બજરંગ દળ ના સયુંકત ઉપક્રમે નાઝાપુર રોડ પર આવેલ સ્વામી નારાયણ મંદિર ખાતે વિજયા દશમી ના પાવન અવસરે શાસ્રી દ્વારા વિધિવત કુમકુમ ના ચાંદલા તેમજ શાસ્રોકત મંત્રોચાર દ્વારા હિન્દું યોદ્ધાઓ એ શસ્ત્ર પૂજન કરાવ્યું હતુ આ તકે બહોળી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહયા હતા અને વિજયા દશમીના અવસર ને શાસ્ત્રોક વિધિ અને આનંદ વિભોર ઉજવ્યો હતો
રીપોર્ટ : કમલેશ મહેતા મેંદરડા