વિચાર જ ભાગ્ય નું બીજ છે. સુરત સૌરાષ્ટ્ર પટેલ સેવા સમાજ (SPSS) નો ૧૧૩ મો ‘વિચારોના વાવેતર’ કાર્યક્રમ યોજાયો
સુરત સૌરાષ્ટ્ર પટેલ સેવા સમાજ SPSS દ્વારા ૧૧૩ મો ‘વિચારોના વાવેતર’ કાર્યક્રમ યોજાયો
“વિચારો નું વાવેતર” વિચારો જ ભાગ્ય નું બીજું નામ છે વિચારો નો ચિરાગ બુઝાઈ જવાથી આચાર બંધ થઈ જાય છે પ્રબુદ્ધ વૈચારકો ની નિશ્રા માં ૧૧૩માં વિદ્વાન વક્તા ઓ દ્વારા સુંદર સદેશ અપાયો
આપણા અસ્તિત્વનો આધાર લાગણી છે.– પિયુષ જોષી
માણસ લાગણીથી બંધાય છે, અને જીવનભર એમાં જીવે છે.– ડૉ.પરેશ સવાણી
૧૧૩ માં વિચારો ના વાવેતર માં બ્રોડવે ઇન્ટરનેશનલ સ્કુલના ડાયરેક્ટર અને જાણીતા મોટીવેટર પિયુષભાઈ જોષી ખાસ અતિથી તરીકે ઉપસ્થિત રહ્યા હતા. તથા અમરેલી જિલ્લા સહકારી બેંકના વાઈસ ચેરમેન હરજીભાઈ નારોલા દામનગરવાળા હાજર રહ્યા હતા. ગત ગુરુવાર ના વિચાર રાહુલભાઈ ઠુંમરએ રજુ કર્યો, જયારે સમગ્ર વ્યવસ્થા યુવાટીમ અને વરાછા બેંક સ્ટાફએ સંભાળી હતી. જયારે કાર્યક્રમનું સંકલન ભાવેશભાઈ રફાળીયા અને રીયલ નેટવર્કના અંકીતભાઈ સુરાણીએ કર્યું હતું.સારા વિચારો રાખવા એ આંતરિક સુંદરતા ની નિશાની છે જાણીતા મોટિવેશનલ સ્પીકર કાનજીભાઈ ભાલાળા દ્વારા પ્રારંભયેલ વિચારો ના વાવેતર માં વિચારો ના આદાન પ્રદાન ઉપરાંત ઉત્તમ વિચારો નું નિરૂપણ સમાજ માં વ્યાપક બને એક સારો વિચાર અનેક ખોટા વિચારો દૂર કરી શકે છે સાંપ્રત સમય માં વિચાર શૂન્યતા આજ ના જમાના ની મુખ્ય સાર્વજનિક આપતી બની રહે છે માટે સારા વિચારો નું આદાન પ્રદાન કરતા રહી એ તેવા ઉમદા અભિગમે યોજાતા વિચારો ના વાવેતર માં અનેક પ્રબુદ્ધ વૈચારકો ની પ્રેરક ઉપસ્થિતિ માં ૧૧૩ મો વિચારો નું વાવેતર કાર્યક્રમ યોજાયો હતો
રિપોર્ટ નટવરલાલ ભાતિયા


