Gujarat

વઘાસિયા હોસ્પિટલના ડૉ. હડિયલ સામે બેદરકારીનો આરોપ, એક મહિનામાં ત્રીજો કેસ

તાલાલાની વઘાસિયા હોસ્પિટલમાં પીપળવા ગામની કવિબેન નંદાણીયાની પ્રસૂતિ દરમિયાન મૃત્યુ થયું છે. મૃતકના પરિવારજનોએ ડૉક્ટર હડિયલ પર બેદરકારીનો આરોપ મૂક્યો છે.

પોલીસે પેનલ ડૉક્ટર દ્વારા પોસ્ટમોર્ટમ કરાવ્યું છે. તાલાલા પોલીસ સ્ટેશનમાં અકસ્માત મોતની નોંધ કરી તપાસ શરૂ કરી છે.

ડૉ.હડિયલ સામે એક મહિના પહેલા સરકારી આરોગ્ય કેન્દ્રમાં બે પ્રસૂતાના મૃત્યુનો આક્ષેપ લાગ્યો હતો. આ ઘટના બાદ તેમને સરકારી હોસ્પિટલમાંથી દૂર કરવામાં આવ્યા હતા.

ત્યારબાદ તેમણે ખાનગી હોસ્પિટલમાં પ્રેક્ટિસ શરૂ કરી હતી. પોલીસે પરિવારજનોના નિવેદનો નોંધ્યા છે.

જિલ્લા આરોગ્ય અધિકારીના રિપોર્ટના આધારે તબીબ વિરુદ્ધ આગળની કાર્યવાહી કરવામાં આવશે.

ડૉ.અક્ષય હડિયલે જણાવ્યું કે 1000 કેસમાં એકાદ આવો કેસ બને છે. દર્દીને રાતે તાણ આંચકી આવી હતી અને તેમને બચાવવા પૂરતા પ્રયત્નો કરવામાં આવ્યા હતા.