જેમાં ૧૬ હિન્દુ અને ૨૫ મુસ્લિમ દમપતી પ્રભુતામાં પગલાં પાડયાં હતાં. યુવતીઓને કરિયાવમાં ઘર માં ઉપયોગી બધી જ વસ્તુઓ પણ સાથે જ આપવામાં આવેલ છે.અને મોટી સંખ્યામાં લોકો ઉમટી પડયા હતા.
મૂળ જોડિયાના અને હાલમાં દુબઇ સ્થાયી થયેલા મહમદયુસુબ દાઉદ જુમાણી અને પરિવાર તરફથી આયોજિત આ સમુહ લગ્નમાં ૫૦ સર્વ જ્ઞાતિના આર્થિક રીતે નબળા પરિવારના પરણવા માંગતા સંતાનો માટે થોડા સમય પહેલા જાહેરાત કરાઇ હતી.અને નામ નોંધણી કરવામાં આવી હતી..તા.૦૧.૦૨.૨૫ ને શનિવાર ના રોજ જોડિયા મુકામે જી.એન.ફાર્મના મેદાનમાં વહેલી સવારે ૮ વાગ્યાથી જ બન્ને સમાજના મંગલ પ્રસંગમાં





લગ્નવિધિ શરૂ કરવામાં આવી હતી.અને બપોરે આમંત્રિત મહેમાનો અને સગા વ્હાલાઓનો જમણવાર રાખવામાં આવેલ હતો. આ પ્રસંગે મુસ્લિમ સમાજ ના ધર્મગુરૂ પીર તરીકત સૈયદ હજી તહેરમિયા બાપુ(જેતપુર વારા) અને હિન્દુ સમાજના ધર્મગુરૂ મહામન્ડલેશ્વર અવધેશદાસજી મહારાજ (શ્રી કુંડલિયા હનુમાન) મંદિર. કુનડ હાજર રહી ને બન્ને સમાજના નવદમપતઓને આશિરવાદ આપવામાં આવેલ. આ પ્રસંગમાં મુખ્ય મહેમાન તરીકે પુનમબેન માડમ. હાજર રહી શક્યા ન હતા.અને કેબિનેટ મંત્રી રાઘવજીભાઈ પટેલ.હાજરી રહ્યા હતા. અને હાજી ઇબ્રાહિમ હાજીજુસબ સોપરીવાલા. જોડિયા હુન્નરશાળાના મેનેજીંગ ટ્રસ્ટી ભરતભાઇ સુખપરિયા.જામનગર જિલ્લા પંચાયત ના કારોબારી અધ્યક્ષ ચંદ્રિકાબેન જેઠાલાલ અઘેરા.પૂર્વ મંત્રી એમ.કે.બ્લોચ.. મહમદયુસૂફ દાઉદ જુમાણી અને પરીવાર તરફથી આયોજીત આ સમુહ લગ્નમાં કરિયાવરમાં ૭૦ થી વધુ વસ્તુઓ આપવામા આવેલ છે. આ હિન્દુ=મુસ્લિમ સમાજ ના કોમી એકતાનો અદભુત અને સાક્ષાત દર્શન કરીને ધન્યતા અનુભવી હતી.અને જોડિયા મુકામે સો પ્રથમ વખત આવો ધાર્મિક કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.અને શાંતિ પૂર્ણ કાર્યક્રમ સફળ
બનાવવા માટે જોડિયા ના દરેક સમાજના નાના મોટા ભાઈ=બહેનોએ ભારે જહેમત ઊઠાવી હતી.
રિપોર્ટ=શરદ એમ.રાવલ. ગામ=હડીયાણા