રાજકોટ ઇ-ગુજકોપ તથા હ્યુમન સોસીંસનો ઉપયોગ કરી ચોરીનો અનડીટેક્ટ ગુનો ડીટેક્ટ કરતી થોરાળા પોલીસ સ્ટેશન.
રાજકોટ શહેર તા.૨૩/૭/૨૦૨૫ ના રોજ રાજકોટ શહેરમાં સખત પેટ્રોલીંગ ફરી અનડીટેકટ ગુન્હા ડીટેકટ કરવા કડક સૂચના હોય. જે અનુસંધાને P.I એન.જી.વાઘેલા ના સીધા માર્ગદર્શન હેઠળ સર્વેલન્સ સ્કોડના એમ.એસ.મહેશ્વરી તથા સ્ટાફના માણસો સાથે પોલીસ સ્ટેશન વિસ્તારમાં સખત પેટ્રોલીંગમાં રહી ચોરીના અનડીટેક્ટ ગુન્હાઓ ડીટેક્ટ કરવા સુચના કરેલ જે અનુસંધાને પેટ્રોલીંગ દરમ્યાન મહેશભાઇ સોલંકી તથા ધર્મેન્દ્રભાઈ ગઢવી તથા ઇમરાનભાઈ ચુડાસમા નાઓને સંયુક્ત હકિકત મળેલ કે, એક ઇસમ ચોરી કરેલ મોટરસાયકલ સાથે ૮૦ ફુટ રોડ P.T.C ગ્રાઉન્ડની દિવાલ પાસે ઉભેલ છે જેથી જગ્યાએ જઇ શંકાસ્પદ મોટરસાયકલ સાથે મળી આવતા ઇસમની યુક્તિ-પ્રયુક્તિથી પુછપરછ કરી ઇસમ પાસે મળી આવેલ મોટરસાયકલ બાબતે ઇ-ગુજકોપમાં વેરીફાઇ કરતા મોટરસાયકલ ચોરી બાબતે થોરાળા પોલીસ સ્ટેશનના BNS કલમ-૩૦૩(૨) મુજબનો ગુન્હો દાખલ થયેલ હોય જેથી ઇસમને પકડી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે. રવી ઉર્ફે કાલી રસીકભાઈ સોલંકી ઉ.૨૯ હાલ રહે,જેતપુર રેલ્વે સ્ટેશનની સામે જી.રાજકોટ મુળ રહે.નાગનાથ ચોક જડેશ્વર મંદીર પાસે તા.ઉપલેટા જી.રાજકોટ. એક હીરો કંપનીનું સ્પેલેન્ડર પ્લસ મોટરસાયકલ જેના રજી નં.GJ-03-KA-8239 કિ.૩૫,૦૦૦ નો મુદ્દામાલ કબ્જે કરેલ હોય.
રિપોર્ટર.દિલીપ પરમાર રાજકોટ.


