Gujarat

રાજકોટ હ્યુમન સોર્સીસનો ઉપયોગ કરી ચીલઝડપનો ચોરીના ગુન્હાનો ભેદ ઉકેલતી થોરાળા પોલીસ સ્ટેશનની ટીમ.

રાજકોટ હ્યુમન સોર્સીસનો ઉપયોગ કરી ચીલઝડપનો ચોરીના ગુન્હાનો ભેદ ઉકેલતી થોરાળા પોલીસ સ્ટેશનની ટીમ.

રાજકોટ શહેર તા.૧૯/૫/૨૦૨૫ ના રોજ રાજકોટ શહેરમાં મીલકત સબંધી ગુનાઓ અટકાવવા સારૂ સુચના કરેલ હોય. જે અનુસંધાને P.I એન.જી.વાઘેલા ના સીધા માર્ગદર્શન હેઠળ સર્વેલન્સ સ્કોડના PSI એમ.એસ.મહેશ્વરી તથા સ્ટાફના માણસો સાથે પો.સ્ટે. વિસ્તારમાં સખત પેટ્રોલીંગમાં રહી મીલકત સબંધી ગુનાઓ અટકાવવા સારૂ સુચના કરેલ જે અનુસંધાને પેટ્રોલીંગ દરમ્યાન રાજેશભાઇ મેર તથા જયદિપસિંહ જાડેજા નાઓને સંયુક્ત હકિકત આધારે ચુનારાવાડ શેરીનં.૧ આજી નદીના કાંઠે રાજકોટ શહેર ખાતેથી ઇસમને મોટરસાયકલ સાથે પકડી ઇસમની અંગઝડતી દરમ્યાન ખીસ્સામાંથી સોનાનો ચેઇન મળી આવતા નીચે જણાવેલ બન્ને ગુન્હાની કબુલાત આપતો હોય, જેથી ઇસમ પાસેથી મુદ્દામાલ રીકવર કરી અનડીકેટ ચીલઝડપનો તથા મોટરસાયકલ ચોરીનો ગુન્હો ડીટેકટ કરી ઇસમ વિરૂધ્ધ ધોરણસર કાર્યવાહી કરવામાં આવેલ છે. લખનભાઇ બચુભાઇ માલાણી ઉ.૩૨ રહે.ચુનારાવાડ શેરીનં.૧/૧૪ ના ખુણે, કૈલાશ પાન પાસે ચામુંડા ઓટો સર્વિસ વાળી શેરી દુધ સાગર રોડ રાજકોટ. થોરાળા પો.સ્ટે. BNS કલમ-૩૦૩(૨), ૩૦૪(૨), ૫૪ મુજબ. એક હીરો કંપનીનુ સ્પેન્ડર પ્લસ મોટરસાયકલ જેના રજી નં.GJ-36-P-4372 કિ.૩૫,૦૦૦ તથા એક સોનાનો ચેઇન જેનો વજન આશરે ૨૧ ગ્રામ છે જેને એક પ્લાસ્ટીકના પારદર્શક બોક્ષમાં મુકી શીલબંધ કરેલ છે. કિ ૫૦,૦૦૦ કુલ કિ.રૂ.૮૫,૦૦૦ નો મુદ્દામાલ કબ્જે કરેલ હોય.

રિપોર્ટર.દિલીપ પરમાર રાજકોટ.

IMG-20250519-WA0080.jpg