શ્રાવણ માસના પ્રથમ સોમવારે જામનગર પાસેના સુપ્રસિદ્ધ ભોળેશ્વર મહાદેવ મંદિરે હજારોની સંખ્યામાં ભકતો પદયાત્રા કરી સવારે મંદીરે પહોચી દર્શન-પૂજા કરતા હોય છે. ત્યારે જામનગરથી ભોળેશ્વર રૂટ પર સેવાભાવીઓ દ્વારા જુદા-જુદા સેવા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું અને કેમ્પનો મોટી સંખ્યામાં ભકતો લાભ લેતા હોય છે.
જામનગર પાસે આવેલ સુપ્રસિદ્ધ ભોળેશ્વર મહાદેવ મંદિરે દરવર્ષે શ્રદ્ધાળુઓ પદયાત્રા કરીને દર્શન-પૂજા કરે છે. જેમાં ખાસ કરીને શ્રાવણ મહિનાના દરેક રવિવારે રાત્રે જ ભાવિકો મોટી સંખ્યામાં પદયાત્રા શરૂ કરે છે અને વ્હેલી સવારે ભોળેશ્વર મંદિરે પહોંચીને મંગળા આરતીનો લાભ લઈ દર્શન-પૂજા કરે છે.
દર વર્ષની જેમ આ વર્ષે પણ પદયાત્રીઓની સેવા માટે વિવિધ સંસ્થાઓ દ્વારા કેમ્પ રાખવામાં આવ્યા છે. જ્યાં પદયાત્રીઓ માટે ફળહાર, નાસ્તો, ચા-પાણી, ઠંડા પીણા, તબીબી સારવાર સહિતની સુવિધા રાખવામાં આવી છે અને સવારે મોટી સંખ્યામાં ભકતો ભોળેશ્વર પહોચે છે અને દર્શનનો લાભ લઇ ધન્યતા અનુભવી હતી.

