Gujarat

ત્રણ ફિશિંગ બોટ બળીને ખાક, ફાયર બ્રિગેડે ભારે જહેમત બાદ કાબू મેળવ્યો; કોઈ જાનહાનિ નહીં, આગનું કારણ અકબંધ

દીવના ઘોઘલા વિસ્તારમાં સાંઈબાબા મંદિર સામે આવેલી મોઈલા જેટી પર મધરાતે મોટી દુર્ઘટના સર્જાઈ હતી. રાત્રે 1:30 વાગ્યે અચાનક ફિશિંગ બોટમાં આગ લાગતા અફરાતફરી મચી ગઈ હતી.

આગની જાણ થતાં જ ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી. ફાયર બ્રિગેડે ભારે જહેમત બાદ આગ પર કાબू મેળવ્યો હતો. આ દુર્ઘટનામાં શ્રી ખોડિયાર નામની મોટી બોટ તથા ભવાની સાગર અને જય રાજેશ્વરી નામની બે નાની બોટને આગે ભરખી લીધી હતી.

આગ લાગવાના કારણની તપાસ હજુ ચાલી રહી છે. સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાની થઈ નથી. જો કે, બોટ માલિકોને મોટું આર્થિક નુકસાન થયું છે. સ્થાનિક વહીવટી તંત્ર દ્વારા આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે.