Gujarat

કેનેડા વર્ક પરમિટના બહાર દંપતી પાસેથી ઠગ દંપતીએ 20 લાખ પડાવ્યા

અમદાવાદના સેટેલાઇટમાં આવેલી ઇમિગ્રેશન ઓફિસ ધરાવનાર દંપતીએ અન્ય દંપતીને કેનેડાના વર્ક પરમિટ અપાવવાના બહાને ટુકડે-ટુકડે 20.75 લાખ પડાવ્યા હતા. 1.5 વર્ષ સુધી વિઝા ન અપાવી પૈસા પણ પરત આપ્યા નહોતા.

આ અંગે મહિલાએ ઠગ દંપતી વિરુદ્ધ સેટેલાઇટ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ શરૂ કરી છે. વેજલપુરમાં રહેતા રૂમાનાએ બારેજીયાએ સેટેલાઈટ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે કે, જાન્યુઆરી 2024માં તેમણે હાઇફલાયર ગ્લોબલ ઈમિગ્રેશન સર્વિસની જાહેરાત વાંચી હતી, જેમાં કેનેડા ખાતેના વિઝા માટેનું કામ ચાલી રહ્યું હતું.

જેથી તેઓ શ્યામલ આઇકોનિક ચાર રસ્તા પાસે આવેલી ઓફિસ ગયા હતા. કન્સલટન્સીની ઓફિસમાં આલોક રામપાલ અને તેમના પત્ની લક્ષ્મી રામપાલ હતા. આ ઉપરાંત તેમના ઓફિસના સ્ટાફમાં મીરા નામની યુવતી પણ હતી. પરિવાર સાથે કેનેડાના વર્ક પરમિટ વિઝા લેવાની વાતચીત તેમણે કરી હતી. જે માટે શરૂઆતમાં ફાઈલ પ્રોસેસિંગ ચાર્જમાં 75 હજાર રૂપિયા તેમની પાસેથી લીધા હતા.

જે બાદ તેમને ડોક્યુમેન્ટનું લિસ્ટ મોકલ્યું હતું અને વિઝાની 9.51 લાખ રૂપિયા ફી થશે તેમ કહ્યું હતું. જેથી રૂમાનાએ 10 લાખ રોકડા આપ્યા હતા, જેની તમને કાચી પહોંચ પણ આપવામાં આવી હતી. તેમના નવ મહિનામાં વિઝા આવી જશે, તેઓ ભરોસો આવ્યો હતો.