Gujarat

ટીંબાચુડીના ખેડૂતોએ વરસાદનું એક એક ટીપું જમીનમાં ઉતાર્યું, પરિણામ એ આવ્યું 22% લોકો ખેતી કરવા લાગ્યા

સિધ્ધપુર-પાલનપુર વચ્ચે આવેલા ટીંબાચુડીમાં 2000ની વસ્તી છે 450 પરિવારો રહે છે. ગામમાં 300 વીઘાથી વધારે સરકારી પડતર જમીન છે અને 1700 વીઘાથી વધારે ખેડૂતોની માલિકીની જમીન છે ગામમાં 6 તળાવ અને 7 ચેકડેમ છે.

છતાં છેલ્લા 20-22 વર્ષથી ગામમાં ખેતીલાયક સિંચાઈ માટે પાણીની ખૂબ જ અછત હતી તળિયા ખલાસ થઈ ગયા હતા.

2 વર્ષ પહેલા સુધી માત્ર 3 ટકા લોકોજ ખેતી કરતા હતા. પરંતુ વરસાદી પાણી જમીનમાં ઊતારી ગામલોકો હવે ઘરનું અનાજ ખરીદવા બહાર જવું પડતું નથી. ગામના 22 ટકા લોકો ખેતી કરવા લાગ્યા છે.

ગામના અગ્રણી ખેડૂત સરદારભાઈએ જણાવ્યું કે ” 2 વર્ષ પહેલા સુધી પાણીના તળ ઊંડા જતા એક સમયે પશુઓને પાણી પાવા માટે ટેન્કર લાવવું પડતું હતું. 1 વર્ષમાં 43 કુવા બોર રિચાર્જ કર્યા .

કલેકટરના પાંચ લાખ અને ગામફાળા ના અઢી લાખ મળીને સાડા સાત લાખના ખર્ચે 10 ફુટની ગોળાઈનો ઘેરાવો 80 ફુટની ઊંડાઈ વાળો બે બાજુ પાંચ ઇંચ ના ફરમા સાથેનો અને જુદી જુદી ચેમ્બર મળી કૂવાના ફરતે જુદી પાઇપોના સહારે દર વર્ષે 1 કરોડ 30 લાખ લિટર પાણી ભૂગર્ભમાં ઉતરે છે.

જે વર્ષ 2022 થી કંટીન્યુ રિચાર્જ થાય(આમ તો 3.10 હેક્ટરના વિસ્તારમાંથી હવામાન ખાતાના વડગામ તાલુકાના છેલ્લા 10 વર્ષના સરેરાશ વરસાદ મુજબ 863 mm નોંધાયો છે એટલે કે 34 ઇંચ તે મુજબ દર વર્ષે મોડેલ કુવા પરથી 2.5 કરોડ લિટર પાણી પસાર થાય છે.

પરંતુ તેમાંથી ભેજ તથા ઓવરફ્લો પાણીને બાદ કરીએ એટલે કે 50% પાણી બાદ કરીએ તો 1.25 કરોડ લિટરથી વધારે પાણી ભૂગર્ભમાં ઉતરે છે.

દક્ષિણ દિશામાં બાવલચુડી ગામમાં છેલ્લા 2 વર્ષમાં 7 કુવામાં પાણી મળ્યુ છે. બાજુના નળાસર ગામમાં પણ ફાયદો થયો. અમારા ગામની કુલ જમીન 522 હેકટરછે. એટલે કે વીઘા ગૌચર કે ચરાની જમીન મેળવીને કુલ 2175 વીઘા જમીનનું સર્વે કરી ને તેમાંથી પાણીના આવરા આંળા ગામની બહાર જવાના રસ્તાઓમાં કુલ મળીને 54 બોર અને 14 પાકા કુવા બનાવીયે તો પાણીની સમસ્યા કાયમ માટે હળવી થઈ જશે.

અને પાણીનું એક ટીપું એ ગામ બહાર જાય નહીં સીધેસીધું જેમ શરીરમાં ઇન્જેક્શન આપીએ તે રીતે ઇન્જેક્શન રૂપી ભૂગર્ભમાં રિચાર્જ થશે.

વડગામ તાલુકાના ગામોમાં 50 ફૂટ થી 450 ફૂટ નીચે પથ્થર આવી જાય છે

કરમાવદ સરોવરની 50 ફૂટ નીચે પથ્થર, જલોત્રા ગામે 100 થી 150 ફૂટે ,ગોળા ગામે 150 થી 200 ફૂટે વડગામ ગામે 250 થી 300 ફૂટે , મગરવાડા ગામે 300 થી 350 ફૂટે , ટીંબાચુડી ઓરકોર 350 થી 450 ફૂટે પથ્થર છે.

આ રીતના પથ્થરના લેયરના કારણે એમ સમજી શકાય કે કુદરતે ઉપર જણાવ્યા પ્રમાણેની ઊંડાઈએ આરસીસી ભરેલા લેયરો બનાવેલા છે તો તેમાં જો પડતર કૂવાને બોર દ્વારા રિચાર્જ કરવામાં આવે તો તે લેયરોથી નીચે પાણી જાય નહીં અને તરત જ પાણીના લેવલ અધ્ધર આવે છે

તે અમે પ્રેક્ટીકલ અનુભવ કર્યો છે. ગામલોકોએ કોઠા સૂઝથી મોડેલ કૂવાના નિર્માણ કર્યું છે.