રાણપુરના દેવળીયા ગ્રામ પંચાયતને ટ્રેક્ટર-ટ્રોલી અને ઈ-રીક્ષાની ફાળવણી કરાઈ
બોટાદ જિલ્લા પંચાયતમાં રાણપુર તાલુકાના દેવળીયા ગ્રામ પંચાયતને ટ્રેક્ટર ટ્રોલી તથા ઈ રિક્ષાનું વિતરણ કરવામાં આવ્યું હતુ. બોટાદ ખાતે કેબિનેટ મંત્રી નિમુબેન બાંભણિયા તેમજ જિલ્લા વિકાસ અધિકારી અક્ષય બુદાનિયા તેમજ જિલ્લા પંચાયતના પ્રમુખના હસ્તે દેવળીયા ગ્રામ પંચાયતના સરપંચ પરેશભાઈ સલૈયા ને ટ્રેક્ટર અને ઈ.રીક્ષાની ચાવી આપવામાં આવી હતી.દેવળીયા આ ગ્રામ પંચાયતને સફાઈ ને લઈને રીક્ષા દ્વારા ડોર ટુ ડોર કચરા માટે જે ગામ લોકોને તકલીફ પડતી તેને લઈને સરકાર દ્વારા ઈ.રિક્ષા તેમજ ટ્રેકટર-ટ્રોલીની ફાળવણી કરવામાં આવતા દેવળીયા ગ્રામ પંચાયત અને ગામલોકો એ સરકાર નો અને જીલ્લા વહીવટી તંત્ર નો આભાર માન્યો હતો. અત્રે ઉલ્લેખ છે કે દેવળીયા ગ્રામ પંચાયતના સરપંચ તરીકે પરેશભાઈ સેલૈયા આવ્યા ત્યારથી દેવળીયા ગામમાં વિવિધ વિકાસના કામો થઈ રહ્યા છે ત્યારે ટ્રેક્ટર-ટોલી અને ઈ.રીક્ષાની દેવળીયા ગ્રામ પંચાયતને મળતા ગામ લોકો પણ સરપંચ પરેશભાઈ સેલૈયા નો આભાર માની રહ્યા છે.
__________________________________
દેવળીયા ગામની વિકાસને લઈને જે કંઈ જરૂરિયાતો છે તે પૂરી કરવામાં આવશે:પરેશભાઈ સલૈયા-સરપંચ
આ બાબતે દેવળીયા ગ્રામ પંચાયતના સરપંચ પરેશભાઈ સેલૈયા એ જણાવ્યું હતું કે આગામી દિવસોમાં દેવળીયા ગામનો વધુમાં વધુ વિકાસ થાય દેવળીયા ગામ લોકોની વિકાસને લઈને જે કંઈ જરૂરિયાતો છે તે પૂરી કરવામાં આવશે અને દેવળીયા ગામ એક સુંદર ગામ-સ્વચ્છ ગામ અને સમૃદ્ધ ગામ બને તે પ્રકારની કામગીરી કરવામાં આવશે…
તસવીર:વિપુલ લુહાર,રાણપુર