Gujarat

વેપારીઓએ રસ્તા પર પાકિસ્તાન મુર્દાબાદના સૂત્રો લખ્યા, દુકાનો બંધ રાખી

કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલાના વિરોધમાં દાંતા શહેરના વેપારીઓએ આજે સંપૂર્ણ બંધનું એલાન કર્યું હતું.

આ હુમલામાં 26 નિર્દોષ નાગરિકોના મોત થયા હતા. આતંકવાદીઓએ લોકોની ધાર્મિક ઓળખ પૂછીને હુમલો કર્યો હતો.

દાંતાના તમામ ધર્મના વેપારીઓએ પોતાની દુકાનો બંધ રાખી વિરોધ નોંધાવ્યો હતો. વેપારીઓ અને હિન્દુ સંગઠનોએ આતંકવાદ વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યા હતા.

તેમણે જાહેર રસ્તાઓ પર ‘પાકિસ્તાન મુર્દાબાદ’ના સૂત્રો લખ્યા હતા.

આ પહેલા ગુજરાતના પ્રસિદ્ધ યાત્રાધામ અંબાજીમાં પણ વેપારીઓએ બંધ પાળ્યો હતો. દેશભરમાં આતંકવાદીઓને કડક સજા મળે તેવી માગણી ઉઠી રહી છે.

સરકાર અને વિપક્ષ બંને આ મુદ્દે એકમત છે. વેપારીઓની માગણી છે કે આતંકવાદીઓને કડક સજા થવી જોઈએ અને દેશમાં શાંતિ સ્થપાવી જોઈએ.