Gujarat

મેંદરડા શહેરમાં ટ્રાફિક જામની સમસ્યા વાહનોની લાબી કતારો

મેંદરડા શહેરમાં ટ્રાફિક જામની સમસ્યા વાહનોની લાબી કતારો

ટ્રાફીક હળવો કરવા પી.એસ.આઇ એસ.એન.સોનારા ના માર્ગદર્શક હેઠળ કર્મચારીઓ સતત ખડે પગે

વેકેશન અને કેરી સીઝન દરમ્યાન દર વર્ષે પર્યટકો ખૂબ મોટા પ્રમાણ મેંદરડા થી વિવિધ સ્થળોએ પહોચે છે

મેંદરડા ગીર જંગલ વિસ્તાર ની બોર્ડર પર આવેલ હોવાથી મેંદરડા ના મુખ્ય રાજમાર્ગો પર વાહનોની લાંબી કતારો જોવા મળી રહી છે હાલ ઉનાળુ વેકેશન હોવાના કારણે અલગ અલગ રાજ્યો અને શહેરોના ટુરીસ્ટો,પર્યટકો વગેરે ખૂબ મોટા પ્રમાણમાં એશિયાઈ ટીક સિંહો ને નિહાળવા સાસણ ગીર,સોમનાથ મહાદેવ,ઉના,ઝમઝીર ધોધ, કનકાઈ બાણેજ,દીવ તુલસી શ્યામ, વગેરે સ્થળો પર ખૂબ મોટી સંખ્યામાં લોકો ફરવા આવી રહ્યા હોય છે સાથે તાલાળા ગીર ની કેસર કેરી દેશ વિદેશમાં માં પ્રખ્યાત હોવાના કારણે પર્યટકો મુલાકાતીઓ,કેરીના જથ્થાબંધ વેપારીઓ, ટ્રાન્સપોર્ટ સાથે સંકળાયેલા વાહન ચાલકો વગેરે ખૂબ મોટી સંખ્યામાં કેસર ગીરી નો સ્વાદ ચાખવા માટે આવતા હોય છે

ત્યારે આ તમામ સ્થળો પર જવા માટે જુનાગઢ બાયપાસ થઈ મેંદરડા થી આ તમામ સ્થળો પર પહોંચી શકાય છે ત્યારે મેંદરડા શહેરના મુખ્ય રાજમાર્ગો પર અસંખ્ય વાહનોની લાંબી કતારો થવા ના લીધે ટ્રાફિકજામ સર્જાઇ રહ્યો છે

ટ્રાફિક જામ અને લોકોને મુશ્કેલી ન પડે તેના માટે મેંદરડા પોલીસ સ્ટેશન ના પી.એસ.આઇ એસ. એન.સોનારા મેડમના માર્ગદર્શન હેઠળ મેંદરડા અને સાસણ ગીર પોલીસ સ્ટેશન વિભાગના કર્મચારીઓ સહિતનાઓ દ્વારા ટ્રાફિક સમસ્યાને પહોંચી વળવા સતત કાર્યશીલ રહીને સરાહનિય કામગીરી કરી રહ્યા છે અને ટ્રાફિક હળવો કરવા માટે સતત ખડેપગે રહી કર્મચારીઓ પોતાની જવાબદારી નિભાવી રહ્યા છે

રીપોર્ટ-કમલેશ મહેતા મેંદરડા

IMG-20250524-WA0040-0.jpg IMG-20250524-WA0042-1.jpg IMG-20250524-WA0041-2.jpg