Gujarat

ટ્રાફિક પોલીસ સ્ટાફને AMC અને શ્રુષ્ટિ વેસ્ટ મેનેજમેન્ટની ટીમે સ્વચ્છતા અંગેની તાલીમ આપી

અમદાવાદના ખાડિયા વોર્ડમાં સ્વચ્છતા અભિયાનને વેગ આપવા માટે એક મહત્વપૂર્ણ પહેલ કરવામાં આવી છે. તારીખ 8 ફેબ્રુઆરી 2025ના રોજ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) અને તેની સહયોગી સંસ્થા શ્રુષ્ટિ વેસ્ટ મેનેજમેન્ટની ટીમે ખાડિયા વોર્ડની ટ્રાફિક પોલીસ ચોકી ખાતે વિશેષ જાગૃતિ કાર્યક્રમનું આયોજન કર્યું હતું.

આ કાર્યક્રમમાં ટ્રાફિક પોલીસ સ્ટાફને શહેરની સ્વચ્છતા જાળવવા માટેની વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી. ખાસ કરીને રોડ પર કચરો ન ફેંકવા અંગે વિશેષ ભાર મૂકવામાં આવ્યો હતો.

આ પહેલથી શહેરમાં સ્વચ્છતા જાળવવામાં પોલીસ વિભાગની ભૂમિકા વધુ અસરકારક બનશે અને નાગરિકોમાં પણ સ્વચ્છતા અંગે જાગૃતિ વધશે તેવી અપેક્ષા રાખવામાં આવી રહી છે.