Gujarat

સોમનાથ પ્રભાસ પાટણ રામરાખ ચોકમાં આડેધડ વાહન પાર્કિંગથી ટ્રાફિક સમસ્યા

સોમનાથ પ્રભાસ પાટણ રામરાખ ચોકમાં જાહેર અવરજવરનો રાહદારી રસ્તો હોવા છતાં આ રામરાખ ચોકમાં જાહેર રસ્તા પર દબાણ કરી વાહનોના પાર્કિંગના થપ્પા લાગે છે જેને કારણે નાના મોટા વાહનો પસાર થઈ શકતા નથી એટલું જ નહીં ઇમર્જન્સીમાં ફાયર બ્રિગેડ અને એમ્બ્યુલન્સને પણ પસાર થવું મુશ્કેલ બને છે પોલીસ તંત્રે આ અંગે સખ્ત પગલાં લેવા જરૂરી છે.પ્રભાસપાટણ ની મુખ્ય બજાર અને રહેણાંક વિસ્તારમાં ખુબજ સાંકળી બજાર અને ગલીઓ આવેલ છે રામરાખ ચોક મા થોડી ખુલ્લી જગ્યા આવેલ છે પરંતુ આ ચોક મા ફોર વ્હીલર ના આડેધડ પાર્કિંગ કરવાં ને કારણે લોકો ખુબજ હેરાન પરેશાન થાય છે.