સરદાર પટેલ લોક પ્રશાસન સંસ્થા દ્વારા મહાનિર્દેશકશ્રી હારીત શુક્લ આઈ.એ.એસ. ના માર્ગદર્શન અને સૂચના હેઠળ વર્ગ ૧ અને વર્ગ ૨ ના અધિકારીશ્રીઓ માટે ઇ-સરકાર તેમજ એચ.આર.એમ.એસ કર્મયોગી વિષય પર એક દિવસીય તાલીમનું આયોજન કરવામાં આવ્યું હતું
આ તાલીમમાં ગુજરાતમાંથી વિવિધ વિભાગોના ૧૨૦ અધિકારીશ્રીઓ જાેડાયા હતા.
સ્પીપા ખાતેની આ તાલીમમાં રોજગાર અને તાલીમ વિભાગ હેઠળના આઈ.ટી.આઈના આચાયર્શ્રીઓ સહિત શિક્ષણ વિભાગ, નાણાં વિભાગ, ખાણ અને ખનિજ વિભાગ, સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ, મહેસૂલ વિભાગ, ગૃહ વિભાગ અંતર્ગત જિલ્લા હોમગાર્ડ કમાન્ડન્ટશ્રીઓએ હાજરી આપી તાલીમ મેળવી હતી.
સ્પીપા અમદાવાદ ખાતેની આ તાલીમમાં ઈ -સરકાર વિષય પર શ્રીપિયુષકુમાર ગઢવી (ICT – Officer) અને HRMS Karmyogi, iGOT વિષય પર શ્રી જયેશ હિંડોચા (સંયુક્ત સચિવ) ઉપસ્થિત રહી અધિકારીશ્રીઓને માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.