Gujarat

તુલસી વિવાહ મહોત્સવ સાવરકુંડલામાં ધર્મ, સેવા અને સંસ્કૃતિનો ત્રિવેણી સંગમ

તુલસી વિવાહ મહોત્સવ સાવરકુંડલામાં ધર્મ, સેવા અને સંસ્કૃતિનો ત્રિવેણી સંગમ

તાત્કાલિક હનુમાનજી આશ્રમ ખાતે સાવરકુંડલા ગામ-ધુવાડા બંધ પ્રસાદનું ભવ્ય આયોજન

ભોજન પ્રસાદના દાતા મસાપીર બાપુનો વિશેષ આગ્રહ: સૌ નગરજનો ઘરે રસોઈ ટાળી પ્રસાદી લેવા પધારે

*ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટીના સહયોગથી રક્તદાન, ચક્ષુદાન, દેહદાન અને અંગદાન સંકલ્પનું વિશેષ આયોજન.*
સાવરકુંડલા, ધર્મ અને માનવ સેવાના ઉત્કૃષ્ટ સમન્વય સાથે, સાવરકુંડલા ગામ-ધુવાડા બંધ સાવરકુંડલા સ્થિત શ્રી તાત્કાલિક હનુમાનજી આશ્રમ ખાતે આગામી રવિવાર, તારીખ ૦૨/૧૧/૨૦૨૫ ના રોજ ભવ્ય અને દિવ્ય તુલસી વિવાહ મહોત્સવનું સુંદર આયોજન કરવામાં આવ્યું છે. ગોપી મહિલા મંડળ તેમજ સમસ્ત કેવડાપરા દ્વારા આયોજિત આ માંગલિક પ્રસંગે તમામ ધર્મપ્રેમી જનતાને હૃદયપૂર્વક જાહેર આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.
આ પવિત્ર દિવસે માતા તુલસીજી અને ઠાકોરજી (શાલીગ્રામ) ભગવાનના દિવ્ય વિવાહ પ્રસંગની સાથે-સાથે અનેક સેવાકીય અને ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે, જે સાવરકુંડલા નગરમાં ધર્મોલ્લાસનું વાતાવરણ સર્જશે.
ભવ્ય કાર્યક્રમની વિસ્તૃત રૂપરેખા
ભવ્ય લોક ડાયરો સાંજે ૬:૩૦ કલાકથી ઠાકોરજીની જાનનું ભવ્ય આગમન સાંજે ૭:૦૦ કલાકે મેગા બ્લડ ડોનેશન કેમ્પ સાંજે ૭:૦૦ કલાકથી તેમજ ચક્ષુદાન, દેહદાન, અંગદાન માટે સંકલ્પ પત્રની વ્યવસ્થા સાંજે ૭:૦૦ કલાકથી શરૂ કરવામાં આવશે ત્યારબાદ ઠાકોરજીનો દિવ્ય ભોજન પ્રસાદ સાંજે ૭:૩૦ કલાકથી ચાલુ રહેશે તુલસી વિવાહની માંગલિક વિધિ (લગ્ન વિધિ) રાત્રે ૮:૦૦ વાગે સેવા અને સમર્પણ માનવતાનું ઉમદા કાર્ય
આ તુલસી વિવાહ મહોત્સવમાં ધાર્મિક આયોજનની સાથે ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી, સાવરકુંડલા બ્રાન્ચના શ્રી મેહુલ વ્યાસ ના સહયોગથી મેગા બ્લડ ડોનેશન કેમ્પ દ્વારા માનવ સેવાનો ઉમદા સંદેશ આપવામાં આવશે. વળી, ચક્ષુદાન, દેહદાન અને અંગદાન જેવા મહાદાન માટે સંકલ્પ પત્ર ભરવાની વ્યવસ્થા પણ સ્થળ પર કરવામાં આવી છે, જે સમાજ પ્રત્યેની પ્રતિબદ્ધતા દર્શાવે છે. સૌ ધર્મપ્રેમી નાગરિકોને આ સેવા યજ્ઞમાં સહભાગી થવા વિનંતી છે. આ શુભ અવસરે, શ્રી પરમ પૂજ્ય મસાપીર બાપુ મોમાઈ માતાજી મંદિર, નાના ઝીંઝુડા દ્વારા ભોજન પ્રસાદના દાતા બનીને સમસ્ત નગરજનોને હૃદયપૂર્વકનો વિશેષ આગ્રહ કરવામાં આવ્યો છે કે, તુલસી વિવાહના આ પાવન દિવસે સાવરકુંડલા નગરજનો પોતાના નિવાસસ્થાને રસોઈ બનાવવાનું ટાળીને, ઠાકોરજીની દિવ્ય પ્રસાદીનો લાભ લેવા સપરિવાર સાંજે ૭:૩૦ કલાકથી અવશ્ય પધારીને પ્રસાદ ગ્રહણ કરે. મુરલીધર કેટરર્સ ઘનશ્યામભાઈ લાંબડીયા સેવામાં તત્પર રહેશે
આ સમગ્ર ભવ્ય કાર્યક્રમ શ્રી તાત્કાલિક હનુમાનજી આશ્રમ, નદી કાંઠે, કે.કે. હાઈસ્કૂલ પાછળ, સાવર-કુંડલા ખાતે યોજવામાં આવશે.આયોજક: ગોપી મહિલા મંડળ તેમજ સમસ્ત કેવડા પરા, સાવરકુંડલા કરવામાં આવ્યું છે.વધુ માહિતી માટે સંપર્ક: શ્રી સતીશ પાંડે, મો. ૯૯૭૯૭ ૪૧૦૬૧

IMG-20251029-WA0091-1.jpg IMG-20251029-WA0092-0.jpg