Gujarat

સાવરકુંડલા નિઃશુલ્ક આરોગ્ય મંદીર હોસ્પિટલ ખાતે નવા બની રહેલા વિભાગોની મુલાકાત લેતાં ટ્રસ્ટીઓ.

મંત્રી, સહમંત્રી અને એડ્મિનિસ્ટ્રેટરના સહકારી સમન્વય સાથે હવે શ્રી લલ્લુભાઈ શેઠ આરોગ્ય મંદિર પ્રગતિના સોપાનો સર કરતું જોવા મળે છે.. 
કોઈ પણ સંસ્થામાં સરળ સંચાલન સંદર્ભે તાલમેલ ખૂબ જરૂરી હોય છે.. જે આ સંસ્થા સુપેરે નિભાવે છે. ચેલેન્જ ખૂબ મોટી છે પરંતુ હોંસલે ભી તો બુલંદ હૈ.
એક સામાન્ય ઘરનું સંચાલન પણ ઘણી વખત કસોટી માંગી લે છે ત્યારે આવડી મોટી સુવિધા સભર મલ્ટીસ્પેશ્યાલિટી હોસ્પિટલને ચલાવવી અને એ પણ તદન નિશુલ્ક વિચાર સાથે એ ખરેખર ભલભલા પાણી માપી લે તેવું કપરું કાર્ય છે. જે આ હોસ્પિટલના ટ્રસ્ટીઓ, દાતાશ્રીઓ અને કર્મચારીઓના સસ્મિત સહયોગ દ્વારા જ શક્ય છે. વિનય વિવેક સાથે સામાજિક દાયિત્વની ભાવના સાથે થઈ રહેલું કાર્ય અન્ય સંસ્થાઓ માટે પ્રેરણાદાયી ઉદાહરણ ગણાય.
પથ ઘણો લાંબો છે પરંતુ ધ્યેય અડગ છે.. સેવા એ જ સાધનાના જીવન મંત્ર સાથે બસ ચલતે હી જાના હૈ. હર હાલમેં આગે બઢતે રહના હૈ.
સાવરકુંડલા શહેરમાં માર્કેટ યાર્ડ વાળા રસ્તે ખાદી કાર્યાલય  કેમ્પસ ખાતે આવેલ વિદ્યાગુરૂ ફાઉન્ડેશન સંચાલિત શ્રી લલ્લુભાઈ શેઠ નિઃશુલ્ક આરોગ્ય મંદીર ખાતે દરરોજ મોટી સંખ્યામાં દર્દીનારાયણ આરોગ્યની વિવિધ સેવાઓ સંપૂર્ણ નિશુલ્ક મેળવી રહ્યા છે. સાવરકુંડલા વિદ્યાગુરૂ ફાઉન્ડેશન સંચાલિત નિઃશુલ્ક આરોગ્ય મંદીરમાં હાલ ગાયનેક, ઓર્થોપેડિક, બાળકોનો વિભાગ, આંખ, કાન નાક ગળા, દાંત, ફીઝીયો થેરાપી, ભોજનાલય, ડાયાલીસીસ, ઓપરેશન થીએટર, લેબોરેટરી, એક્સરે, આઈ.સી.યુ., દવા વિભાગ, મેડિકલ, જનરલ ઓપીડી, વગેરે અલગ અલગ રોગો અને નિંદાન, સારવાર દર્દીનારાયણ મેળવી રહ્યા છે  હજુ પણ નિઃશુલ્ક આરોગ્ય મંદીર ખાતે વધુ વિભાગો અને દર્દીઓને વધુ સુવિધા ઉપલબ્ધ થાય એ આશય સાથે  આરોગ્ય મંદીર ખાતે થતું નવા વિભાગોનું બાંધકામ ચાલી રહ્યું છે એ કામનું આરોગ્ય મંદીરના ટ્રસ્ટી દિવ્યકાંતભાઈ સૂચક, ભરતભાઈ જોશી તથા એડમીનીસ્ટ્રર ડોક્ટર પ્રકાશભાઈ કટારીયા સાહેબ દ્વારા જાતે સ્થળ પર જઈ સતત નિરક્ષણ કરતાં જોવા મળે છે.
વાત કરીએ સહકારની તો આ ટ્રસ્ટી મંડળના ટ્રસ્ટીઓની આ સંસ્થાને ગુજરાતનું શ્રેષ્ઠતમ મેડિકલ હબ બનાવવાની નેમ ધરાવે  છે.  પડકારો ઘણાં છે. પરંતુ અહીં પૂ. મોરારીબાપુના આશીર્વાદ અને પ્રમુખ હરેશભાઈ મહેતા અને ટ્રસ્ટી મંડળની અણિશુદ્ધ કાર્યનિષ્ઠાના હિસાબે  એ સપનું પણ સો ટકા સાકાર થશે એમાં મીનમેખ નથી. સ્વસ્થ રહો તંદુરસ્ત રહો આજના હાઈટેક ભાગદોડના જમાનામાં આપના શરીરની ફિટનેસ માટે પણ યોગ્ય સમય કાઢીને મન અને શરીરને એકાત્મતા સાથે આ જીવનને પ્રભુ પ્રસાદ સમજી એ સંદેશ સાથે યોગ્યરીતે  રીતે જીવન વ્યતીત કરો.
બિપીન પાંધી સાવરકુંડલા