Gujarat

પ્રાદેશિક કમિશ્નર શ્રી નગરપાલિકાઓ ભાવનગર દ્વારા સાવરકુંડલા નગરપાલિકાના કરાર આધારિત ચીફ ઓફિસર એચ.પી. બોરડને તાત્કાલિક અસરથી છુટા કરવાનો આદેશથી સાવરકુંડલા નગરપાલિકાના રાજકારણમાં ખળભળાટ

સાવરકુંડલા નગરપાલિકાના ચીફ ઓફિસરને પાણીચું.. 
 પ્રાદેશિક કમિશ્નર શ્રી  નગરપાલિકાઓ ભાવનગર દ્વારા સાવરકુંડલા ચીફ ઓફિસરને છૂટા કરવાના આદેશ કરાયો આમ તો બોરડ સાવરકુંડલા નગરપાલિકા ખાતે કરાર આધારિત ચીફ ઓફિસર તરીકે સેવા બજાવી રહ્યા હતા. હસમુખ બોરડને છૂટા કરવાનો આદેશ આવતાં પાલિકાના રાજકારણમાં ભારે હલચલ જોવા મળી સાવરકુંડલા સાથે  દામનગર નગરપાલિકાનો ચાર્જ પણ ચીફ ઓફિસર હસમુખ બોરડ સંભાળતા હતાં.
હાલ તુરત જાફરાબાદ પાલિકાના ચીફ ઓફિસર ભાવનાબેન ગૌસ્વામીને સાવરકુંડલા નગરપાલિકાનો ચાર્જ સોંપાયો..આમ અચાનક સાવરકુંડલા નગરપાલિકાના ચીફ ઓફિસર હસમુખ બોરડને છુટ્ટા કરાતા પાલિકાના રાજકારણમાં ભારે ખળભળાટ જોવા મળ્યો હતો.
બિપીન પાંધી સાવરકુંડલા