સા વરકુંડલામાં આવેલ શ્રી સિદ્ધિવિનાયક ક્લાસિસમાં મહિલા ઉત્થાન મંડળની બહેનો દ્વારા “ક્રીસમસ ડે” ને બદલે શાસ્ત્રોક્ત વિધિથી તુલસી માતાનું પૂજન કરી
“તુલસી પૂજન દિવસ” ની ભવ્ય રીતે ઉજવણી કરવામાં આવી. જેમાં કલાસીસ ના વિદ્યાર્થીઓ દ્વારા તુલસી માતાને જળ અર્પણ કર્યા બાદ તુલસી માતાની આરતી ઉતારી અને તેની પરિક્રમા કરવામાં આવી હતી. ત્યારબાદ પ્રસાદ ધરાવીને તુલસી માતાનું પુરા વિધિ વિધાન સાથે પૂજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં સ્વામિનારાયણ ગુરુકુળના સ્વામી શ્રી અક્ષર મુક્ત સ્વામીજી તેમજ જાણીતા
કથાકાર શ્રી રવિદાદા શાસ્ત્રીએ ખાસ ઉપસ્થિત રહી કાર્યક્રમને બિરદાવ્યો હતો. વક્તા સ્થાનેથી
શ્રી કમલેશભાઈ પંચાલ દ્વારા તુલસી માતાનું આધ્યાત્મિક મહત્વ તેમજ તુલસીના ઔષધિય ગુણો વિશે ખૂબ જ ઉપયોગી માહિતી આપવામાં આવી હતી. શ્રી સિદ્ધિવિનાયક ક્લાસિસના સંચાલક શ્રી કમલેશભાઈ ચુડાસમાએ વિદ્યાર્થીઓને સારા શિક્ષણની સાથે ભારતિય સંસ્કૃતિના સંસ્કારો પ્રાપ્ત કરે તેવો પ્રશંસનિય પ્રયાસ કર્યો છે જે સાધુવાદને પાત્ર છે.
કાર્યક્રમની ફળશ્રુતિ એ રહી કે વિદ્યાર્થીઓએ હવેથી દર વર્ષે ૨૫ ડીસેમ્બરે ઘરે તેમજ શાળામાં પણ તુલસી પૂજન દિવસ ઉજવવા માટે સંકલ્પ લીધો. વલ્લભીપુર આશ્રમના માર્ગદર્શનથી તેમજ મહિલા ઉત્થાન મંડળની બહેનોની જહેમતથી કાર્યક્રમ સરસ રીતે સંપન્ન થયો હતો.એમ રવિભાઈ જોષીની એક યાદીમાં જણાવાયું હતું
બિપીન પાંધી સાવરકુંડલા

