એસઓજી ખેડા પોલીસે નડિયાદ-ડાકોર રોડ એક્સપ્રેસ હાઈવેના બ્રીજ પરથી રૂ.1.90 લાખની કિંમતનો 19.060 કિલોગ્રામ ગાંજાનો જથ્થો ઝડપી પાડ્યો છે.
પોલીસે એક મહિલા અને એક પુરુષની ધરપકડ કરી છે. બાતમીના આધારે પોલીસે વોચ ગોઠવી હતી.
આ દરમિયાન સહેજાદખાન ફિરોઝખાન પઠાણ (રહે. શાલીમાર હોટલ પાછળ, સંધાણા, માતર) અને મનીષા સંદીપ પાખરે (રહે. માલેગાંવ, મહારાષ્ટ્ર)ને પકડી પાડ્યા હતા.
પોલીસે આરોપીઓ પાસેથી રોકડ રકમ અને મોબાઈલ મળી કુલ રૂ.1,98,810નો મુદ્દામાલ કબજે કર્યો છે.
ગાંજાનો જથ્થો આપનાર અને મંગાવનાર ચાર આરોપીઓ હજુ ફરાર છે. આ આરોપીઓમાં જયસવાલનબાઈ (રહે. કુડા, જલગાવ), અરબાજ હુસેન મલેક (રહે. નડિયાદ), ગોપાલ ચુનારા (રહે. બારેજા) અને સાજુ પઠાણ (રહે. વટવા)નો સમાવેશ થાય છે.
નડિયાદ ટાઉન પોલીસે નાર્કોટિક્સ એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.