સુરેન્દ્રનગર એલસીબી પોલીસે પાટડી તાલુકાના અખીયાણા ગામ પાસે મોટી કાર્યવાહી કરી છે. પોલીસે એક ટ્રકમાંથી વિદેશી દારૂની 5,556 બોટલો જપ્ત કરી છે.
આરોપીઓએ દારૂની હેરાફેરી માટે ઠંડા પીણાની બોટલોનો ઉપયોગ કર્યો હતો. પોલીસે કુલ 61.04 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે.
આ મુદ્દામાલમાં વિદેશી દારૂની 3,420 બોટલો અને 2,136 બીયર ટીન, બે મોબાઈલ ફોન, એક ટ્રક અને 1,320 ઠંડા પીણાની બોટલોનો સમાવેશ થાય છે.

પોલીસે રાજસ્થાનના બાડમેરના સુજારામ કાનારામ દેવાસી અને દીપારામ મોડારામ દેવાસીની ધરપકડ કરી છે.
સાંચોરના ઓમપ્રકાશ બિશ્નોઈ સહિત બે અજાણ્યા આરોપીઓ હજુ ફરાર છે. બજાણા પોલીસ મથકે ગુનો નોંધી ફરાર આરોપીઓની શોધખોળ શરૂ કરી છે.

સુરેન્દ્રનગર એલસીબીના પીઆઈ જે.જે.જાડેજા અને પેરોલ ફ્લો સ્કોડના પીએસઆઈ આર.એચ.ઝાલાની આગેવાની હેઠળ આ કાર્યવાહી કરવામાં આવી હતી.
પોલીસને માલવણ-ધ્રાંગધ્રા હાઈવે પર અખિયાણા-પીપળી ગામના બોર્ડ નજીક આવેલી રામદેવ હોટલ પાસેથી રાજસ્થાન પાસિંગની ટ્રક મળી આવી હતી.

