Gujarat

મોરબી તાલુકામાં ગેરકાયદે ખનીજનું પરિવહન કરતા બે ડમ્પર ઝડપાયા, દંડ વસુલવા કવાયત

મોરબી તાલુકામાં ગેરકાયદે ખનીજ પરિવહન કરતાં હોવાની ફરીયાદ મળી હતી. જેના આધારે ખાણ ખનીજ વિભીગની ટીમે રેડ કરીને બે ડમ્પર ઝડપી લીધેલ છે અને દંડ વસુલ કરવા માટે કાર્યવાહી કરવામાં આવી છે.

મોરબી જિલ્લાના ભુસ્તરશાસ્ત્રી જે.એસ. વાઢેર દ્વારા મોરબી જિલ્લામાં મળતી વિવિધ ખનીજ ચોરીને લાગતી ફરિયાદ અને અરજીઓને ધ્યાને લઈને રેડ કરવામાં આવતી હોય છે. તેવી જ રીતે રોયલ્ટી ઇન્સ્પેક્ટર રાહુલ જી. મહેશ્વરી દ્વારા રાપર ગામે નદીના પટ્ટમાં રેડ કરવામાં આવી હતી. ત્યારે સાદી રેતી ખનીજનું રોયલ્ટી પાસ વગર બિનઅધિકૃત વહન કરતા એક નંબર નગરનું ડમ્પર મળી આવેલ છે.

જેના માલીક સાગર માલા રહે. કાલાવડ છે અને માળિયા રોડ ઉપર રાત્રીનાં સમયે ચેકિંગ કરતાં ડમ્પર નં.જીજે 12 બીટી 5689માં સફેદ માટી ખનીજનું રોયલ્ટી પાસ વગર વહન કરવા બદલ વાહનને સીઝ કરીને બન્ને ડમ્પર મોરબી તાલુકા પોલીસ સ્ટેશન મોરબી ખાતે મૂકીને આગળની નિયમોનુસારની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે.