સતલાસણા તાલુકાના ભાલુસણા ગામમાં એક ગંભીર ઘટના સામે આવી છે. ઉમરેયા રોડ પર આવેલા એક ખેતરના કૂવા પર બે શખ્સોએ હુમલો કર્યો હતો. આ ઘટના અંગે સતલાસણા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે.
ફરિયાદી કાનજીભાઈ ભેમાભાઈ, જેઓ ભાલુસણા ગામના ચૌધરી વાસમાં રહે છે, તેમણે જણાવ્યું કે ભાલુસણાના ચૌહાણ ભાવેશસિંહ દલપતસિંહ અને શેષપુરાના ચૌધરી મનિષ મહેશભાઇ સાંજના સમયે તેમના ખેતરના કૂવા પર આવ્યા હતા.
આરોપીઓએ ફરિયાદીના પુત્રને અપશબ્દો બોલીને માર માર્યો હતો. જ્યારે ચૌધરી નરસંગભાઈ રામજીભાઈ વચ્ચે પડ્યા, ત્યારે બંને શખ્સોએ તેમની સાથે ઝપાઝપી કરી હતી. આ દરમિયાન તેમના ગળામાં પહેરેલી સોનાની ચેઇનનું પેન્ડલ અને આંકડો તોડી નાખ્યા હતા. આરોપીઓએ ઉશ્કેરાઈને જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી.

